જૈન સાધુઓના માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ અકસ્માત નહીં પણ કાવતરું હોવાનો આરોપ
અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું
અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્વેતાંબર જૈન સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં જૈન સાધુઓના તાજેતરના માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ અકસ્માત નહીં પણ કાવતરું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ દ્વારા ન્યાય અને જાગૃતિની માંગણી સાથે એક મોટી રેલી કાઢવામાં આવી હતી.
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલાની ઉંડી તપાસ કરાવવા માગ કરી હતી. પત્રમાં જણાવાયું છે કે પૂજ્યશ્રીઓ પગે ચાલીને વિહાર કરી એક સ્થાનેથી બીજા સ્થાને જઇ રહેલ હોય છે ત્યારે તે સમયે વાહન ચાલકો દ્વારા તેમને અડફેટમાં લઇ શરીરમાં અતિશય ઇજાઓ પહોંચાડવામાં આવે છે. જેના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થાય છે. કાળ ધર્મને પામે છે. ગત 28 મેના રોજ રાજસ્થાનના પાલીમાં પરમ પૂજ્ય શ્રી પૂડરીકરત્ન સુરીશ્વરજી મહારાજને ટ્રક દ્વારા ટક્કર મારી વાહન ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. અને પૂજ્યશ્રીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તેમજ બીજા દિવસે ગુજરાતના બારડોલી વિસ્તારમાં પણ મુનીરાજશ્રી અભિનંદન સ્વામીજીની વાહન ચાલકે કચડીને ભાગી જતાં તેમનું પણ મૃત્યુ થયું હતું.
વિહિપે રાજ્ય સરકાર અને ભારત સરકારને અપીલ કરી હતી કે ખુબ જ કઠીન ત્યાગ તપ સાથેનું જૈન દર્મના સદગુરુ ભગવંતોની જીવનચર્યા હોય છે. અનાદીકાળથી પગપાળા ચાલતા વિહાર કરવાની આચાર પદ્ધતિ છે જે પ્રમાણે તેમણે વિહાર કરવાનો હોય છે તેમની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા તત્કાલિક કડક કાયદો બનાવવો જોઇએ. પૂજયશ્રી સંતોને ટક્કર મારીને અડફેટમાં લેતા હોય તેવા કેસોની તમામ વિગતો પોલીસ તપાસ દરમિયાન સત્ય હકિકત બહાર આવે તેના માટે કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવી જોઇએ
સાધુ સાધ્વીના વિહાર દરમિયાન થયેલ એક્સિડન્ટની ઘટનાથી જૈન સમાજ રોષમાં છે. સાધુ સાધ્વીના એક્સિડન્ટ નહીં પણ મર્ડર છે તેવું તેમનું કહેવું છે. પ્લાનિંગ સાથે સાધુ સાઘ્વીની હત્યા કરવામાં આવે છે. આ માત્ર અકસ્માત નથી, ઠંડા કલેજે હત્યા છે. જૈન સમાજના સાધુ સાધ્વીઓ રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવાની માંગ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.