સ્કૂલો ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા નહીં કરી શકે દબાણ
ગુજરાતમાં ઉનાળાની રજાઓ પૂર્ણ થવાની સાથે જ સ્કૂલો શરૂ થવાની તૈયારી છે. સ્કૂલ શરૂ થતાં બાળકો માટે યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવાનું પણ શરૂ થાય છે.

સ્કૂલ

સ્કૂલ
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા તમામ સ્કૂલોને આદેશ આપવામાં આવ્યો છે કે, કોઈપણ સ્કૂલ વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનમાંથી યુનિફોર્મ કે સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરી શકશે નહિ. સ્કૂલ માત્ર લિસ્ટ આપી શકે છે - ખરીદી ક્યાંથી કરવી તે વાલીઓ અને વિદ્યાર્થીઓનો નિર્ણય રહેશે.
દંડની જોગવાઈ
જો સ્કૂલો આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પહેલા પગલે રૂપિયા 10,000નો દંડ, બીજી ફરિયાદમાં રૂપિયા 25,000 અને વધુમાં વધુ રૂપિયા 1 લાખ સુધીનો દંડ કરવામાં આવશે.
ફરિયાદ માટે હેલ્પલાઇન
વિદ્યાર્થી કે વાલી સારથી હેલ્પલાઇન નં. 9909922648 પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની 25 સ્કૂલોને પણ સ્ટેશનરી/યુનિફોર્મ ખરીદીમાં દબાણ, ફાયર સેફ્ટીનો અભાવ અને રજાના દિવસે શિક્ષણ ચાલુ રાખવા બદલ નોટિસ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.