Rajkot-Bhavnagar હાઈવે પર કાળનો પંજો, સરકારી અધિકારી સહિત બેના કરુણ મોત!
ભાવનગરથી પરત ફરતી વખતે તેમની બોલેરો કાર ડિવાઈડર તોડી 10 ફૂટ ઊંડા નાળામાં ખાબકતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત...

કાળમુખો અકસ્માત...

કાળમુખો અકસ્માત...
રાજકોટ-ભાવનગર હાઈવે ફરી એકવાર લોહીયાળ બન્યો છે. ગત મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં મહીકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે એક ગોઝારા અકસ્માતમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (R&B) ના કાર્યપાલક ઈજનેર ચંપક પટેલ અને કોન્ટ્રેક્ટ ડ્રાઈવર જાવેદ પઢિયારના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ડિવાઈડર તોડીને સીધી 10 ફૂટ ઊંડા નાળામાં ખાબકી હતી, જે કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે માર્ગ સલામતી પર પણ ગંભીર સવાલો ઉભા કરે છે.
પ્રાથમિક વિગતો મુજબ, ભાવનગર ખાતે સરકારી કામગીરી પૂર્ણ કરી રાજકોટ પરત ફરી રહેલી બોલેરો કાર વિઠ્ઠલવાવ પાસેની ગોળાઈમાં અચાનક કાબુ ગુમાવી બેઠી હતી. કારે ડિવાઈડર તોડીને નાળામાં પટકાવતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતકોની ઓળખમાં, ચંપક પટેલ (ઉં.વ. 55) છેલ્લા 3 વર્ષથી R&B વિભાગમાં કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા. જ્યારે, જાવેદભાઈ પઢિયાર (ઉં.વ. 34) છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રેક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે વિભાગ સાથે સંકળાયેલા હતા. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી જતાં પરિવારજનો અને સરકારી વર્તુળોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ચંપક પટેલ અને જાવેદ પઢિયારના બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે, જેના કારણે બંને પરિવારોમાં ગમગીનીનો માહોલ છે.
આ પણ વાંચો : Surat માં બેફામ ગુનેગારો, કાયદો વ્યવસ્થા તળિયે, જાહેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ!
સ્થાનિક રાહદારીએ અકસ્માતની જાણ પોલીસને કરતા, પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત પાછળ માર્ગની ખામી, ઓવરસ્પીડ કે ડ્રાઈવરની બેદરકારી જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પરંતુ, આ ઘટના ફરી એકવાર ગુજરાતના માર્ગોની સલામતી અને રાત્રિના સમયે ડ્રાઈવિંગની સાવચેતી અંગે ગંભીર ચિંતા જગાવે છે. આવા જીવલેણ અકસ્માતો અટકાવવા માટે તંત્ર ક્યારે જાગૃત થશે તે એક મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો : Surat માં હૃદયદ્રાવક ઘટના: રજા પર આવેલા આર્મી જવાનનું પાંચમા માળેથી પટકાતા કરુણ મોત!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.