આરોગ્ય મંત્રીના માદરે વતન વિસનગર નગરપાલિકા તંત્રની પ્રથમ વરસાદે ખોલી પોલ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવાસ સ્થાન છે તે થલોટા રોડ ઉપર કાદવ, કીચડથી ભારે હાલાકી

જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી થલોટા રોડની પરિસ્થિતિનો કર્યો પર્દાફાશ

જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી થલોટા રોડની પરિસ્થિતિનો કર્યો પર્દાફાશ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માદરે વતન અને તેમનું નિવાસસ્થાન છે તે વિસનગર શહેરના થલોટા રોડ ઉપર કાદવ કીચડથી લોકો પરેશાન બન્યા છે. શહેરનાં થલોટા રોડની હાલત ચોમાસાના પ્રારંભે જ કફોડી બની છે. સામાન્ય વરસાદમાં રસ્તા પર કાદવ, કીચડ અને પાણી ભરાઈ જતા નાગરિકોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. એક જાગૃત નાગરિકે સની બંગલોઝ, વૃંદાવન સોસાયટી સહિત આજુબાજુના વિસ્તારની હાલત બદતર હોવાનું કહીને રોષ વ્યક્ત કરતાં સ્થાનિક પાલિકા તંત્ર દોડતું થયું છે.
વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1 માં સામાન્ય વરસાદે નાગરિકોની હાલત બગાડી નાખી છે. વર્તમાન નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ રૂપલ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના નિવાસ સ્થાન હોવા છતાં વરસાદી પાણી ભરાઈ જતાં કાદવ, કીચડથી નાગરિકોમાં ભારોભાર અસંતોષ છે.
શહેરના થલોટા રોડ ઉપર વૃંદાવન સોસાયટી અને સની બંગલોઝ વિસ્તારમાં રહેતા નાગરિકોએ સ્થાનિક નગરસેવકો અને નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. રહીશોએ દાવો કર્યો કે સોસાયટી બહાર કાદવ કીચડથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. એક જાગૃત નાગરિકે થલોટા રોડની પરિસ્થિતિ અંગે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરતાં મામલો વધુ ગરમાયો છે.
થલોટા રોડ અને આસપાસના વિસ્તારોમાં પ્રથમ વરસાદથી કાદવ-કીચડ થતાં અવરજવર કરવી મુશ્કેલ બન્યુ છે. આર.સી.સી. રોડની કામગીરીમાં ગુણવત્તા અંગે નાગરિકો શંકા સેવી રહ્યા છે. જાગૃત નાગરિકો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી રોષ ઠાલવી રહ્યા છે. જ્યારે નગરપાલિકા તંત્ર સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે.
સ્થાનિક રહીશો જણાવ્યું કે, “હજુ માંડ એકાદ ઈંચ વરસાદ પડ્યો છે તો ચોમાસા દરમિયાન રોડની શું હાલત થશે?”, અનેક નાગરિકોએ જણાવ્યું કે નગરપાલિકા ઈજનેર કામગીરી દરમિયાન હાજર ન રહેતા હોવાથી રોડનું નિર્માણ હલકી ગુણવત્તાનું થયું છે. વૃંદાવન સોસાયટી સહિતના વિસ્તારોમાં રહેતા લોકોએ પ્રશ્ન કર્યો કે, “આને શું ઉત્તમ નગરસેવકની કામગીરી કહેવાય?” જેથી નગરપાલિકા તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ માટે થલોટા રોડની હાલત મુશ્કેલીરૂપ બની શકે તેમ છે.
વિસનગર શહેરમાં ધરોઈ કોલોની વિસ્તાર, કાંસા એનએ વિસ્તારમાં પણ થલોટા રોડ જેવી હાલત છે. તેના કારણે નાગરિકોમાં પાલિકા સહિતના તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય મંત્રી સહિત પાલિકા તંત્ર નહી જાગે તો આગામી દિવસોમાં રોષ વધારે ભભૂકી ઉઠે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના થલોટા રોડ ઉપર હરિદ્વાર સોસાયટીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ રૂપલ પટેલ અને પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના નિવાસ સ્થાન છે. વિસનગરમાં માત્ર એકાદ ઈંચ વરસાદે તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી છે. થલોટા રોડ પર કાદવ-કીચડ, રહેવાસીઓની હાલત કફોડી છે. આરોગ્ય મંત્રીના હોમટાઉનમાં જ વિકાસની સ્થિતિ આવી હોય તો શહેરના બાકીના વિસ્તારની હાલત કેવી હશે તે વિચારવું રહ્યું..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.