દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી એન્ટ્રી, 7 જૂનથી મેઘમહેર, માછીમારોને દરિયો ન ખેડવા આપી ચેતવણી
હવામાન વિભાગે 7 જૂનથી ગુજરાતના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ હવે ફરીથી મેઘરાજા પોતાનું આગમન નોંધાવવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, 7 જૂન, શનિવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ દરજ્જે વરસાદ પડી શકે છે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે અને ભેજ વધી જવાથી છૂટાછવાયો વરસાદ શરૂ થઈ શકે છે.
ક્યા ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર નીચેના જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે.
આ અઠવાડિયું કેવી રીતે રહેશે?
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 7 દિવસોમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધુ વરસાદની શક્યતા છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.