અમદાવાદના એનેક્સી સર્કિટ હાઉસ ખાતે જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને કમિશનના અધ્યક્ષ કે.જી.બાલાકૃષ્ણને અનુસૂચિત જાતિના નાગરિકોની 150 મૌખિક રજૂઆત સાંભળીને 1500થી વધુ લેખિત રજૂઆતો સ્વીકાર કર્યો હતો.
આયોગના અધ્યક્ષ કે.જી.બાલાકૃષ્ણનની ઉપસ્થિતિમાં અનુસૂચિત જાતિ આયોગની જાહેર સુનાવણી કરવામાં આવી હતી. આયોગના સભ્યો અને અધિકારીઓએ અનુસૂચિત જાતિના નાગરિકો અને તેમના પ્રતિનિધિઓની મૌખિક રજૂઆતો સાંભળી હતી.
ઐતિહાસિક રીતે અનુસૂચિત જાતિના હોવાનો દાવો કરનારા પરંતુ બંધારણની કલમ 341 હેઠળ સમયાંતરે પ્રસિદ્ધ કરાયેલા રાષ્ટ્રપતિના આદેશમાં જણાવ્યા મુજબના ધર્મો સિવાયના અન્ય ધર્મોમાં પરિવર્તિત થયેલા નવા વ્યક્તિઓને અનુસૂચિત જાતિના દરજ્જા આપવા બાબતની તપાસ તથા અનુસૂચિત જાતિની હાલની યાદીમાં સમાવીને ધર્માંતરણ થયેલા નાગરિકોને ઉમેરવાથી વર્તમાન અનુસૂચિત જાતિઓ પર પડનારી અસરોની તપાસ તેમજ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ અને રીત રિવાજો, પરંપરા, સામાજિક અને અન્ય દરજ્જા સંબંધી ભેદભાવ અને વંચિતોના સંદર્ભમાં અન્ય ધર્માંતરણ કરવા જે ફેરફારોમાંથી પસાર થાય છે.
તેની તપાસ કરવાની સાથે અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાના પ્રશ્નની સમાન પ્રકારે અનુસૂચિત જાતિની વ્યક્તિઓના દરજ્જામાં થયેલી પરિવર્તનની તપાસ અને કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને તેની સંમતિથી આયોગ યોગ્ય ઠરાવે તેવા અન્ય પ્રશ્નો સંબંધિત તપાસ કરવા માટે આયોગનું ગઠન કરવામાં આવ્યું છે.
સુનાવણીમાં આયોગના સભ્ય ડૉ.રવિન્દ્રકુમાર જૈન (નિવૃત્ત IAS), સભ્ય પ્રો. સુષ્મા યાદવ, અસારવાનાં ધારાસભ્ય દર્શના વાઘેલા, કોડીનારના ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજા, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.