સરકારી ભરતીઓમાં OBC-ST-SC ઉમેદવારોને થતાં અન્યાયના મુદ્દે રજૂઆત
અન્યાય પ્રતિકાર મંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ

અન્યાય પ્રતિકાર મંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ

અન્યાય પ્રતિકાર મંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ
ગાંધીનગરમાં આજે અન્યાય પ્રતિકાર મંચ દ્વારા મુખ્યમંત્રીને સરકારી ભરતીઓમાં OBC-ST-SC ઉમેદવારોને થતાં અન્યાયના મુદ્દે રજૂઆત કરી હતી. મંચ દ્વારા મુખ્યમંત્રીને રોસ્ટર નિભાવવામાં પારદર્શીતાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવાયો હતો
ગાંધીનગરમાં આજે અન્યાય પ્રતિકાર મંચ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી મંચ દ્વારા સરકારી ભરતીઓમાં OBC-ST-SC ઉમેદવારોને થતાં અન્યાય મુદ્દે રજૂઆત કરી તાજેતરમાં કરાયેલી ભરતીઓમાં GPSC ની ઈન્ટરવ્યુ પ્રથામાં ભેદભાવનો આક્ષેપ પણ કર્યો હતો,
આ ઉપરાંત રજૂઆતમાં રોસ્ટર નિભાવવામાં પારદર્શિતાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તો સાથે તલાટીની પરીક્ષામાં અંતિમ ઘડીએ સિલેબસ બદલવાના નિર્ણય અંગે પણ રોષ પ્રગટ કરાયો હતો. મંચ દ્વારા મહિલા પ્રતિનિધિત્વ, TET-TAT માં જગ્યાઓની વિસંગતતાનો આક્ષેપ લગાવાની સાથે પોલીસ ભરતીમાં શારીરિક કસોટીના ગુણની બાદબાકીથી અન્યાયની લાગણી હોવાનું જણાવ્યું હતું. આ સાથે SC, ST અને OBC ના ધારાસભ્યો આ મામલે અવાજ ઉઠાવે તેવી ઉમેદવારોએ માગ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.