PM મોદીએ ‘ઈ-વિટારા’ને આપી લીલી ઝંડી
PM મોદીએ મારૂતિ સુઝુકીની ‘ઈ-વિટારા’ને લીલી ઝંડી આપી 100થી વધુ દેશોમાં નિકાસની શરૂઆત થશે
PM મોદી
PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના હંસલપુરમાંથી મારૂતિ સુઝુકીના પ્રથમ વૈશ્વિક બેટરી ઈલેક્ટ્રિક વાહન (BEV) 'ઈ-વિટારા'ને લીલી ઝંડી આપીને 100થી વધુ દેશોમાં તેના નિકાસની શરૂઆત કરી છે. આ ઐતિહાસિક પહેલ ભારતને વૈશ્વિક ગ્રીન ટ્રાન્સપોર્ટેશનનું કેન્દ્ર બનાવશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ તથા ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને વધુ મજબૂત કરશે. આ સાથે, ભારત હવે સુઝુકીના ઈલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે.
આ પ્રસંગે, વડાપ્રધાન મોદીએ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'ભારતને આત્મનિર્ભર અને ગ્રીન મોબિલિટીનું કેન્દ્ર બનાવવા માટે આજે એક ખાસ દિવસ છે. હંસલપુરમાંથી 'ઈ-વિટારા'ને લીલી ઝંડી આપવામાં આવશે, જે સંપૂર્ણપણે ભારતમાં બનેલું છે અને 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આપણા બેટરી ઈકોસિસ્ટમને વેગ આપવા માટે, ગુજરાતના એક પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડનું ઉત્પાદન પણ શરૂ થશે.”
આ કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ ગુજરાત સ્થિત TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનો પણ પ્રારંભ કર્યો. તોશિબા, ડેન્સો અને સુઝુકીના આ સંયુક્ત સાહસથી હવે 80 ટકાથી વધુ બેટરીનું ઉત્પાદન ભારતમાં જ થશે.
આ પગલું દેશમાં સ્વચ્છ ઊર્જા અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપશે. આ સમગ્ર પહેલ ભારતના બેટરી ઈકોસિસ્ટમના આગામી તબક્કાની શરૂઆત છે અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટેનું એક મોટું પગલું છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.