અમરેલીમાં ઘોડી-ટ્રેક્ટર અડફેટથી ભડકેલી હિંસા
સુરતમાં પાટીદારોનો ઉગ્ર વિરોધ, 307 હટાવો નહીં તો રેલીરૂપે ફુલઝર જઈશું

ફુલઝર કાંડમાં ન્યાય અપાવવા મોટી સંખ્યામાં પાટીદારો બેઠકમાં હાજર રહ્યાં

ફુલઝર કાંડમાં ન્યાય અપાવવા મોટી સંખ્યામાં પાટીદારો બેઠકમાં હાજર રહ્યાં
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં ૫ નવેમ્બરની રાત્રે લગ્ન ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જતાં શરૂ થયેલી નાની ઝપાઝપીએ મિનિટોમાં ભયાનક જૂથ અથડામણનું રૂપ લીધું. આ હિંસામાં એક કાઠી દરબાર યુવાનનું મોત નીપજ્યું, ૧૦થી વધુ લોકો ઘાયલ થયા અને બંને પક્ષે ૫૦થી વધુ લોકો સામે હત્યાનો પ્રયાસ (કલમ ૩૦૭) સહિતની ગંભીર કલમોમાં ફરિયાદ નોંધાઈ. હવે આ મામલો સુરતમાં ધડક્યો છે, જ્યાં પાટીદાર સમાજે મોટી સંખ્યામાં એકઠા થઈને ખોટી ફરિયાદ અને ૩૦૭ની કલમ હટાવવાની માગ સાથે આંદોલનનો એલાન કર્યો છે.
કેવી રીતે શરૂ થઈ બબાલ? ગામના દેવગર શિવગિરી ગૌસ્વામીના પુત્ર જયેન્દ્રના લગ્નમાં હરદીપ દેવકુભાઈ વાળા (પાટીદાર) ઘોડી લઈને આવ્યા હતા. તે જ સમયે રઘુ પદમાણીનો પુત્ર સાગર ટ્રેક્ટર લઈને પસાર થયો, જેમાં ઘોડીને ટ્રેક્ટરનું ટાયર હળવું અડી ગયું. બસ! આટલી નાની બાબતે હરદીપે સાગરને ઠપકો આપતાં ઝઘડો શરૂ થયો.
પછી માણસુર કથુભાઈ વાળા (કાઠી દરબાર) ક્રેટા કાર પૂરઝડપે લઈને આવ્યા અને મનસુખ રાદડિયા તથા મહેન્દ્ર ગજેરાને અડફેટે લીધા. કારની અડફેટે મહેન્દ્રભાઈ વાળા (મોટા દેવળિયા)નું મોત થયું, જ્યારે અન્ય બે લોહીલુહાણ થયા.
આ પછી કાઠી દરબાર પક્ષના ૫૦થી વધુ લોકો ધારિયા-પાઈપ લઈને પાટીદારો પર તૂટી પડ્યા. પાટીદાર પક્ષનો આક્ષેપ છે કે તેમના પર હિચકારો હુમલો થયો, જ્યારે કાઠી પક્ષનું કહેવું છે કે પાટીદારોએ ૫૦ લોકોનું ટોળું લઈને જીવલેણ હુમલો કર્યો.
સુરતમાં પાટીદારોનો રોષ: 307 હટાવો, નહીં તો રેલીરૂપે ફુલઝર આવીશું સુરતના વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં પાટીદાર સમાજની વિશાળ બેઠક યોજાઈ. આગેવાન વિજય માંગુકીયા, અલ્પેશ કથીરીયા, અભિન કળથીયા સહિત સેંકડો યુવાનો-વડીલો હાજર રહ્યા.
મુખ્ય આક્ષેપો:
સમાજનો નિર્ણય:
“૩૦૭ની કલમ નહીં હટે તો સુરતથી હજારો પાટીદારો રેલીરૂપે ફુલઝર ગામ પહોંચશે. ન્યાય નહીં મળે તો આંદોલન ઉગ્ર બનશે.”
પોલીસ-તંત્રને અપીલ:
આ મામલે ગામમાં હજુ તંગદિલી છે. પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે, પરંતુ સુરતથી મોટું આંદોલન ઊભું થતાં સરકાર-પોલીસ માટે મોટી પડકાર બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?