બોલો હવે આ પણ: અમદાવાદમા નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદ પોલીસે સરખેજમાં દરોડા પાડી, લાખોનો મુદ્દામાલ જપ્ત, બુટલેગરની શોધખોળ શરૂ
વિદેશી દારુની ફેક્ટરી ઝડપાઈ
વિદેશી દારુની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં પોલીસે એક ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ કર્યો છે. શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી એક મકાનમાં પોલીસે દરોડો પાડીને નકલી વિદેશી દારૂ બનાવતી એક મીની ફેક્ટરી ઝડપી લીધી છે. આ દરોડામાં પોલીસે મોટી માત્રામાં નકલી દારૂ, બોટલો, લેબલ, ઢાંકણા અને તેને બનાવવામાં ઉપયોગમાં લેવાતી વિવિધ મશીનરી જપ્ત કરી છે. આ મામલે ગુનો નોંધીને મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસને આશા છે કે આરોપીની ધરપકડ બાદ આ રેકેટ અંગે મોટા ખુલાસા થઈ શકે છે.
પોલીસનો દરોડો અને ઘટસ્ફોટ
આ ઘટનાની શરૂઆત રવિવારે સાંજે થઈ, જ્યારે સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જયપાલસિંહ ભરતસિંહને બાતમી મળી કે ફતેવાડી મોહંમદી સોસાયટીમાં એક વ્યક્તિ નકલી વિદેશી દારૂ બનાવીને વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો. ઘર બંધ હાલતમાં હતું, તેથી પોલીસે મકાનમાલિક ઇદરીશખાન પઠાણને બોલાવીને પૂછપરછ કરી. મકાનમાલિકે જણાવ્યું કે આ ઘર અખ્તરઅલી સૈયદ નામના વ્યક્તિએ ત્રણ મહિના પહેલા ભાડે લીધું હતું.

ઘરની અંદર તપાસ કરતા પોલીસને દારૂની બોટલો, વિવિધ બ્રાન્ડના ઢાંકણા, લેબલ અને સ્ટીકર્સ, તેમજ ટાંકીમાં ભરેલો તૈયાર નકલી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત, દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા આલ્કોહોલ અને અન્ય કેમિકલ પણ મળી આવ્યા.
બુટલેગર અખ્તરઅલી સૈયદની સંડોવણી
સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. ગોહિલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ગોમતીપુરનો રહેવાસી અખ્તરઅલી સૈયદ નકલી દારૂ બનાવીને અસલી દારૂના નામે એક થી દોઢ હજાર રૂપિયામાં વેચતો હોવાની શક્યતા છે. આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ દારૂની હેરફેર અને વેચાણના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ટીમ હાલ આરોપીની ધરપકડ કરવા માટે સઘન તપાસ કરી રહી છે.
આ ઘટનાનો સૌથી ગંભીર પાસું લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. ફોરેન્સિક અધિકારીના જણાવ્યા મુજબ, સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલો શંકાસ્પદ દારૂ પીવાથી ગંભીર આડઅસરો થઈ શકે છે. જો તેમાં કેમિકલનું પ્રમાણ સહેજ પણ વધઘટ થાય, તો દારૂ પીનારનો જીવ પણ જઈ શકે છે. આવા નકલી દારૂનું વેચાણ કરનારાઓ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી કરતા, પરંતુ લોકોના જીવ સાથે પણ ગંભીર રમત રમી રહ્યા છે. પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરીને એક મોટી દુર્ઘટના થતી અટકાવી છે અને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળનો બીજો દિવસ… પણ રસ્તા પર રિક્ષા હજુ કેમ દોડી રહી છે? હડતાળ વચ્ચે રિક્ષા રોકાવવાના અને વધુ ભાડું વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આખરે અમદાવાદમાં ચાલી શું રહ્યું છે?

GSFCમાં આખરે મેન્ટેનન્સ દરમિયાન ગેસ કયા કારણોસર લીક થયો? શું આ દુર્ઘટનામાં કોઈ બેદરકારી હતી? પોલીસ તપાસમાં શું સામે આવશે?

ગણપતિ બાપ્પાના આગમન પહેલાં સુરતમાં બદલાઈ ગયો યુવાનોનો અંદાજ! આખરે શું છે નવો ટ્રેન્ડ અને કેમ પહોંચી રહ્યો છે વેપાર રૂ.20 કરોડને પાર? જાણો સંપૂર્ણ હકીકત…