બેદરકારીની કોઈ માફી નહીં, 46 વાહનચાલકોના લાયસન્સ રદ, RTO નો કડક સંદેશ!
હેલ્મેટ વિના વાહન ચલાવનારા 46 લોકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા...

હેલ્મેટ પહેરો, દંડથી બચો અને જીવ બચાવો...

હેલ્મેટ પહેરો, દંડથી બચો અને જીવ બચાવો...
મહેસાણામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ખાસ કરીને હેલ્મેટ ન પહેરવાની બેદરકારી સામે તંત્રએ લાલ આંખ કરી છે. મહેસાણા RTO દ્વારા હેલ્મેટ વિના વાહન ચલાવનારા 46 લોકોના લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વિના પકડાયેલા વાહનચાલકો સામે કરવામાં આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે હવે નિયમભંગ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
નિયમભંગ અને બેદરકારીની પરાકાષ્ઠા...
મહેસાણાના રસ્તાઓ પર હજુ પણ અનેક વાહનચાલકો હેલ્મેટ પહેરવાની પ્રાથમિક જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે. પોલીસથી બચવા કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના જીવની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અત્યંત અનિવાર્ય છે. તેમ છતાં, મોટાભાગના વાહનચાલકો આ નિયમનું પાલન કરતા નથી. આ જ બેદરકારીના કારણે અકસ્માતોમાં જીવ ગુમાવનારા કે ગંભીર ઈજા પામનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. RTO દ્વારા લેવાયેલું આ પગલું આવા બેદરકાર વાહનચાલકો માટે એક સબક સમાન છે.
જાગૃતિ અભિયાન છતાં જાગૃતિનો અભાવ...
મહેસાણા ટ્રાફિક પોલીસ NGOs (નોન-ગવર્નમેન્ટલ ઓર્ગેનાઈઝેશન્સ) સાથે મળીને વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ અભિયાન ચલાવી રહી છે. શાળા-કોલેજોમાં, જાહેર સ્થળોએ અને સોશિયલ મીડિયા પર પણ હેલ્મેટ પહેરવાના ફાયદા અને તેનાથી થતી સુરક્ષા અંગે માહિતી આપવામાં આવે છે. તેમ છતાં, મહેસાણામાં હજુ પણ હેલ્મેટ પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ નથી લેતા.
બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન કરો...
ટ્રાફિક પોલીસે ખાસ કરીને વિદ્યાર્થીઓના વાલીઓને ગંભીર અપીલ કરી છે. વાલીઓએ સગીર વયના બાળકોને લાયસન્સ વિના વાહન ચલાવવા ન દેવા જોઈએ અને વિદ્યાર્થીઓ હેલ્મેટ વિના વાહન ન ચલાવે તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. બાળકોને નાનપણથી જ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું શીખવવું એ વાલીઓની નૈતિક જવાબદારી છે. પોતાના બાળકોના જીવ જોખમમાં મૂકીને તેમને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા દેવા એ તેમના ભવિષ્ય સાથે ચેડાં કરવા સમાન છે.
આ પણ વાંચો : Rajkot : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીની હદ પાર!
પોલીસથી બચવા નહીં, પોતાના જીવ બચાવવા...
આખરે, હેલ્મેટ એ માત્ર પોલીસથી બચવા માટેનો કે દંડથી બચવા માટેનો ઉપાય નથી. તે પોતાના જીવની સુરક્ષા માટેનું સૌથી મહત્વનું સાધન છે. એક નાની બેદરકારી આખી જીંદગીભરનો પસ્તાવો કે કાયમી ખોડખાંપણ આપી શકે છે. મહેસાણા RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયેલા આ કડક પગલાં આવકાર્ય છે અને આશા છે કે તેનાથી વાહનચાલકોમાં જાગૃતિ આવશે અને અકસ્માતોનો ભય ઘટશે.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય સાથે ચેડાં! Rajkot ની બે ડેરીનું દૂધ ભેળસેળયુક્ત, ફૂડ વિભાગે કાર્યવાહી આરંભી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.