સુરત નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક
ડિમોલિશન કાયદેસર હોવાનો SMC તંત્રનો દાવો, ડિમોલિશનમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી

AI જનરેટેડ

AI જનરેટેડ
તંત્રનું સ્પષ્ટીકરણ: ડિમોલિશન કાયદેસર કાર્યવાહી
સુરત મહાનગરપાલિકાએ નાસીરનગર વિસ્તારમાં થયેલાં ડિમોલિશન મામલે નવો વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાના તંત્રએ 11 દિવસ બાદ ડિમોલિશનની કામગીરી કાયદેસર હોવાનો દાવો કર્યો છે. ડિમોલિશન કામગીરી અંગે સ્પષ્ટતા મનપાના સેન્ટ્રલ ઝોનના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર કામગીરી કાયદાકીય નિયમો મુજબ કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર રોડ ખુલ્લો કરવા અને ડીમાર્કેશન માટે આ પગલું લેવામાં આવ્યું હતું.
30 મેની કામગીરી અને પોલીસ બંદોબસ્ત
સેન્ટ્રલ ઝોનના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકના જણાવ્યા મુજબ, મનપાની ટીમ 30 મેના રોજ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી ડીમાર્કેશન તથા રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. સંભવિત વિવાદ ટાળવા માટે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો હતો. જેથી શાંતિભંગ ન થાય.
દસ્તાવેજી પુરાવા આધાર પર કાર્યવાહી
તેમણે દાવો કરતાં વધુમાં કહ્યું કે, સ્થળ પરની હકીકત અને દસ્તાવેજી પુરાવાઓના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારનું “ભૂતિયું ડિમોલિશન” થયું નથી. પરંતુ સંપૂર્ણ રીતે નિયમ મુજબ કામગીરી હાથ ધરાઈ હતી.
તપાસ સમિતિ અને સહકારનો દાવો
બીજી તરફ મહાનગરપાલિકાએ તપાસ કમિટીની રચના કરી છે. જેમાં મનપાના અધિકારીઓનો સમાવેશ કરીને તપાસ કરી અહેવાલ કરવા સૂચના આપવામાં આવી છે. સીટી ઈજનેર આશિષ નાયકે મનપા કમિશનરે કરેલી તપાસ સમિતિની રચના મામલે તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપવા અને પારદર્શક રીતે મામલો આગળ વધવાનો દાવો કર્યો છે.
રાજકીય સ્વાર્થ અને સોશિયલ મીડિયા વિવાદનો આરોપ
સેન્ટ્રલ ઝોનના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે મનપાની કામગીરીનો લૂલો બચાવ કરી કેટલાક સ્થાનિક આગેવાનો પર રાજકીય અને વ્યક્તિગત સ્વાર્થ માટે મુદ્દાને ઉછાળવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ભૂતિયા ડિમોલિશન વિવાદમાં કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી
નાસીરનગરના ભૂતિયા ડિમોલિશનમાં પહેલાં મનપાના અને પોલીસ કર્મચારીઓને લઈ વિવાદ થયો હતો. બાદમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સમગ્ર ઘટના મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાનું કહેતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ મનપાના પદાધિકારીઓને સુરત બોલાવવામાં આવતાં મામલો ગાંધીનગર પહોંચ્યો હતો. ગાંધીનગરથી આદેશો છૂટતાં મનપાના કમિશનરે તાત્કાલિક તપાસ કમિટીની રચના કરી હતી.
આ તપાસ કમિટી મામલે પણ ધારાસભ્ય વિનુ મોરડિયાએ આશંકા વ્યક્ત કરી હતી. બાદમાં બિલ્ડરો અને રાજકીય પીઠબળનો વિવાદ ઉમેરાયો હતો. તેવામાં કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીમે ધારાસભ્ય વિનુ મોરડીયા પર ઘૂસપેઠીયાઓને સમર્થન આપવાનો આક્ષેપ કરતાં હવે આ મામલે કાજલ હિન્દુસ્તાનીની એન્ટ્રી થઈ છે. જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ધારાસભ્ય વિનુ મોરડીયાનો કાજલ હિન્દુસ્તાનીને જવાબ
ધારાસભ્ય વિનુ મોરડીયાએ કાજલ હિન્દુસ્તાનીની તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ખોટો પ્રચાર થઈ રહ્યો છે અને સ્થાનિક સ્તરે ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. વિનુ મોરડીયાએ જણાવ્યું કે જો કોઈ ઘૂસપેઠીયા હોય તો તેમને રહેવા ન દેવા જોઈએ. તેમણે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે અભિયાન ચાલુ હોવાનું પણ કહ્યું અને પોલીસની કામગીરીને સમર્થન આપ્યું છે. મોરડિયાએ વધુમાં કહ્યું કે, ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો ઉછાળી મૂળ મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને તેમના વિરુદ્ધ ખોટી છબી ઉભી કરવામાં આવી રહી છે.
ગેરકાયદે કામ ક્યારે અટકાવાશે?
કોઈપણ વિસ્તારમાં એક ઈંટ ગેરકાયદેસર રીતે મુકાઈ હોય તો મનપાનું તંત્ર દોડતું થઈ જાય છે ત્યારે અહીંયા આખી બિલ્ડીંગ ઉભી થઈ રહી છે. ગેરકાયદે બાંધકામ માટે હજુ સુધી પીવીસી પણ લેવામાં આવ્યું નથી ત્યારે મનપાના અધિકારીઓએ માત્ર એક નોટિસ આપી સંતોષ માન્યો છે.
જવાબદાર અધિકારીઓ સસ્પેન્ડ થશે?
ભૂતિયા ડિમોલિશનની ઘટનાએ સુરત મનપાની છબી ખરડી નાખી છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન અને સ્લમ એરિયાના ડિમોલિશનમાં સરકારી તંત્રનો દુરુપયોગ સિસ્ટમમાં સડો દર્શાવે છે. અત્યારે જનતા અને પીડિતો સવાલ પૂછી રહ્યા છે કે, શું માત્ર માટી પુરાણની નોટિસ આપી દેવાથી ગેરકાયદે બાંધકામ કાયદેસર થઈ જશે? સત્તા બહાર જઈને લાઈન દોરી કરનાર અધિકારી સુજલ પ્રજાપતિ અને ટીમ સામે સસ્પેન્શન જેવા કડક પગલાં ક્યારે લેવાશે? ગરીબોના તોડી પડાયેલા મકાનોનું વળતર કોણ ચૂકવશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી