ઓનલાઈન ફ્રોડનો નવો ખેલ: લોકોની લાગણીઓ અને નાણાં સાથે ચેડા!
લાખો લોકો આવા ફ્રોડનો શિકાર બન્યા છે અને પોતે છેતરાયા હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે.

લોકોને આવી ભ્રામક જાહેરાતોથી દૂર રહેવું જોઈએ

લોકોને આવી ભ્રામક જાહેરાતોથી દૂર રહેવું જોઈએ
આજના ડિજિટલ યુગમાં, જ્યાં ઈન્ટરનેટે જીવનને સરળ બનાવ્યું છે, ત્યાં એ જ ઈન્ટરનેટ લોકોની ભાવનાઓ અને નાણાં લૂંટવાનું માધ્યમ પણ બની રહ્યું છે. એક નવો કૌભાંડ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં લોકોને પેટની ચરબી ઘટાડવા અને વજન ઓછું કરવાના ખોટા વચનો આપીને ઠગાઈ કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. આ કૌભાંડનો શિકાર બનનારા હજારો લોકોની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે, અને આ ફ્રોડની પાછળનો આક્રોશ હવે લોકોના હૃદયમાં ઊંડે ઊતરી રહ્યો છે.
કેવી રીતે ચાલે છે આ ફ્રોડ?
આ ઓનલાઈન કૌભાંડની શરૂઆત થાય છે આકર્ષક જાહેરાતોથી, જેમાં 'માત્ર થોડા દિવસોમાં પેટની ચરબી ગાયબ' કે 'અઠવાડિયામાં 10 કિલો વજન ઘટાડો' જેવા લલચાવનારા દાવાઓ કરવામાં આવે છે. આ જાહેરાતોમાં ચમકદાર ફોટા, બનાવટી 'બીફોર-એફ્ટર' ચિત્રો, અને નકલી ગ્રાહકોના રિવ્યૂ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત, આવા પ્રોડક્ટ્સની વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા પેજ પર ડૉક્ટરોની ભલામણો અને કથિત સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરો દ્વારા તેનું પ્રમેસન કરીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે, જે બાદ સામાન્ય લોકોનો તેમાં વિશ્વાસ કરવા લાગે છે.
આ કૌભાંડનો બીજો મહત્વનો ભાગ છે 'મની-બેક ગેરંટી'નો ખોટો દાવો. ગ્રાહકોને ખાતરી આપવામાં આવે છે કે જો પ્રોડક્ટથી કોઈ ફાયદો ન થાય તો તેમના પૈસા પરત કરવામાં આવશે. આ ગેરંટી લોકોને આકર્ષે છે અને તેઓ હજારો રૂપિયાનું ઉત્પાદન ખરીદી લે છે. પરંતુ, એકવાર ઓર્ડર આપ્યા પછી, આ કંપનીઓ ગ્રાહકોના ફોન કોલ, ઈમેલ કે મેસેજનો જવાબ આપવાનું બંધ કરી દે છે. ઘણી વખત તો વેબસાઈટ અથવા સંપર્ક નંબર જ અચાનક ગાયબ થઈ જાય છે.
લોકોની લાગણીઓ સાથે ચેડછાડ
આ ફ્રોડનો સૌથી દુ:ખદ પાસું એ છે કે તે લોકોની લાગણીઓ અને આરોગ્યની આશાઓ સાથે ચેડછાડ કરે છે. વજન ઘટાડવું એ ઘણા લોકો માટે ફક્ત શારીરિક નહીં, પણ ભાવનાત્મક અને માનસિક ધ્યેય હોય છે. આવા ખોટા વચનો લોકોના આત્મવિશ્વાસને નબળો પાડે છે અને તેમને નિરાશાના ખાડામાં ધકેલી દે છે. ઘણા ગ્રાહકો ફરિયાદ કરે છે કે આવા પ્રોડક્ટ્સ નકામા હોવા ઉપરાંત, કેટલીક વખત તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. આવા કિસ્સાઓમાં લોકોના હજારો રૂપિયા તો ડૂબે જ છે, સાથે સાથે તેમનો વિશ્વાસ અને આશા પણ તૂટી જાય છે.
ફરિયાદોનો ઢગલો, પણ ન્યાયની ઉણપ
લાખો લોકો આવા ફ્રોડનો શિકાર બન્યા છે અને પોતે છેતરાયા હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે. ગુજરાતના એક ગ્રાહકે નામ ન આપવાની સર્તે જણાવ્યું કે તેમણે એક ઓનલાઈન પ્રોડક્ટ માટે 2000 રૂપિયા ચૂકવ્યા, પરંતુ બે મહિના સુધી ઉપયોગ કર્યા બાદ પણ કોઈ પરિણામ ન મળ્યું. જ્યારે તેમણે રિફંડ માટે સંપર્ક કર્યો, તો કંપનીનો કોઈ જવાબ ન આવ્યો. તો બીજી તરફ કંપની વાળા તરફથી તેમને નેગેટીવ કમેન્ટ કરવા બદલ ઘમકાવામાં પણ આવ્યા અને પોલીસ ફરીયાદ કરવાની ધમકી પણ આપી. આવા હજારો કિસ્સાઓમાં લોકો ન્યાય મેળવવા માટે દોડધામ કરે છે, પરંતુ આવા ફ્રોડ કરનારાઓ અજાણ્યા સરનામાં અને નકલી ઓળખનો ઉપયોગ કરતા હોવાથી તેમનો પતો લગાવવો મુશ્કેલ બની રહે છે.
આ પ્રકારના ફ્રોડથી બચવા શું કરવું?
આવા ઓનલાઈન કૌભાંડથી બચવા માટે ગ્રાહકોએ સાવચેત રહેવું જરૂરી છે. જે માટે આ વાતોનું ચોક્કસ ધ્યાન આપવું જોઈએ.
પ્રોડક્ટની ચકાસણી કરો: કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેની વેબસાઈટ, રિવ્યૂ અને કંપનીની વિગતોની ચકાસણી કરો. નકલી રિવ્યૂથી સાવધાન રહો.
અધિકૃત પ્લેટફોર્મનો ઉપયોગ: ખરીદી માટે જાણીતા અને વિશ્વસનીય ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરો, જે રિફંડ અને ગ્રાહક સુરક્ષા નીતિઓ ધરાવે છે.
ખોટા વચનોથી દૂર રહો: 'ઝડપી પરિણામ' કે '100% ગેરંટી' જેવા દાવાઓ પર આંખ આડા કાન કરશો નહીં.
ફરિયાદ નોંધાવો: જો તમે ફ્રોડનો શિકાર બન્યા હો, તો તાત્કાલિક ગ્રાહક સુરક્ષા ફોરમ અથવા સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવો.

આ ઓનલાઈન ફ્રોડનો ખેલ માત્ર નાણાકીય નુકસાન જ નથી કરતો, પરંતુ લોકોના વિશ્વાસ અને આશાઓને પણ ખંડિત કરે છે. આવા કૌભાંડકારો સામે લડવા માટે જાગૃતિ અને કડક કાયદાકીય પગલાંની જરૂર છે. સરકાર અને ગ્રાહક સુરક્ષા સંસ્થાઓએ આવા ફ્રોડને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ, જેથી નિર્દોષ લોકોના પૈસા અને લાગણીઓનું શોષણ થતું અટકે. આપણે સૌએ સાવચેત રહીને આવા ખોટા વચનોના ચક્કરમાં ન આવવું જોઈએ અને એકબીજાને જાગૃત કરવાની જવાબદારી નિભાવવી જોઈએ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.