ગુજરાત વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક બિલ બહુમતીથી પાસ
પોલીસ હવે દારૂની ખેપમાં જપ્ત થયેલી ગાડીની હરાજી કરી શકશે

Narcotics Amendment Bill passed by majority in Gujarat Legislative Assembly

Narcotics Amendment Bill passed by majority in Gujarat Legislative Assembly
ગુજરાતમાં નશાબંધી કાયદાની અમલવારી પછી દારૂની ખેપમાં જપ્ત થયેલાં વાહનોનો નિકાલ કરવા રાજ્ય સરકારે મુખ્ય અધિનિયમમાં સુધારો કરી સુધારા વિધેયક બિલ બહુમતીથી પાસ કર્યુ છે. દારૂની ખેપનાં વાહનોનો નિકાલ હવે કોર્ટના અંતિમ નિર્ણય પહેલાં અને કોર્ટની પરવાનગી સાથે કરી શકાશે.
ગુજરાત વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં બુટલેગરો હવે દારૂની હેરાફેરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. દારૂના ધંધો કરીને સમૃદ્ધ થઇ રહ્યા છે. તેથી તેમના દારૂની હેરાફેરીમાં જપ્ત થયેલાં વાહનોની સરકાર હરાજી કરીને એનો ઉપયોગ સમાજના સારાં કામો માટે ઉપયોગ કરશે.
તેમણે ઉમેર્યુ હતું કે લોકતંત્રમાં ન્યાયિક પ્રક્રિયામાં ખામી શોધી આરોપીઓ ગાડીઓ છોડાવી લે છે. છેલ્લાં બે વર્ષમાં 22,442 જેટલાં વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એકઠા થયાં છે. આ વાહનો પોલીસ સ્ટેશનની બહાર મૂકી દેવામાં આવતા હોવાથી ગંદકી થાય છે. આરોપી નહીં, પરંતુ રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય છે. તેથી આવા ગુનામાં પકડાયેલાં વાહનોની હરાજી કરીને તે રકમનો ઉપયોગ સમાજના અને મધ્યમવર્ગના ઉત્થાન માટે કામ કરવામાં ઉપયોગ કરવામાં આવશે. કોઇ કેસમાં આરોપી સુપ્રીમકોર્ટમાં કેસ જીતી જશે તો તેને તેના વાહનની હરાજીની કિંમત સાથે દર વર્ષે 5 ટકાના દરે રકમ ચુકવવામાં આવશે. તેથી તેની જોડે પણ અન્યાય ન થાય.
ગૃહ રાજ્યમંત્રીએ ગૃહના સભ્યોને આ વિધેયક સર્વ સંમતિથી પસાર કરવાની વાત કરી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું કે દારૂની હોમ ડિલિવરી થાય છે. જામનગર જિલ્લામાં 6 થી 7 જિલ્લાની બોર્ડર ક્રોસ કરીને દારૂ આવે છે. તે કેવી રીતે આવે છે એની ચર્ચા થવી જોઇએ. 2004થી 2014 સુધીમાં 10 કરોડ યુનિટ અને 2014થી 2022 દરમિયાન 22 કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું છે. શા માટે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાય છે? ગુજરાતનો દરિયાકિનારો સલામત હોય તો આટલું બધું ડ્રગ્સ કેમ પકડાય છે? ડ્રગ્સ કોઇ દિવસ નાની હોડીમાં વિદેશથી ના આવે. કોઇ મોટી સ્ટીમરમાં જ આવે તો નાની-નાની માછલીઓને પકડી તપાસ રફેદફે કરવામાં આવે છે.
ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યનાં પોલીસ મથકોમાં કરોડોની કિંમતની 300 જેટલા વાહનો પોલીસે નશાબંધીના ગુનામાં જપ્ત કરી છે. પ્રસ્તાવ મત માટે બિલ મૂકવામાં આવતાં બહુમતીથી નશાબંધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું.
શું છે નશાબંધી વિધેયકનો સુધારો ? :
હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 ની કલમ 98 ની પેટા કલમ(2)ની જોગવાઈથી કોઈ કેફી પદાર્થ, ભાંગ, ગાંજો, મહુડાના ફૂલો વગેરે લઈ જતા પશુઓ, ગાડા, વહાણો કે અન્ય વાહનો જેવી વસ્તુઓને સરકાર દાખલ કરવા માટેની અને જપ્ત થયેલા દારૂનો જથ્થો, નિયમોથી ઠરાવ્યા પ્રમાણેના જથ્થા કરતા વધુ હોય ત્યારે કોર્ટના ચુકાદા સુધી બોન્ડ અથવા જામીન પર તેને મુક્ત કરી શકાશે નહી તે માટેની જોગવાઈ કરી છે. આ સંદર્ભમાં આ રીતે સરકાર દાખલ કરેલા વાહનો, માલિકોને પરત કરી શકાતા નથી અને તે કેસના આખરી ચુકાદા સુધી પોલીસ સ્ટેશન અથવા કોર્ટ કમ્પાઉન્ડમાં વણવપરાયેલા પડી રહે છે. તેથી આ સંજોગોમાં વાહનોની સ્થિતિ બગડી જાય છે.
આ પરિસ્થિતિને હલ કરવા માટે રાજ્ય સરકારને સદરહુ પેટા કલમ(2) સુધારવાનુ જરૂરી જણાયુ છે. જેથી કરીને હરાજી મારફતે આવા વાહનોનો નિકાલ કરી શકાય. વિધેયક કલમ 2 થી તે માટેની જોગવાઈ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત