ગુજરાતમાં મેઘ મહેર: ખેતી અને જળાશયો છલકાયા
ગુજરાતમાં 64% વરસાદ, ખેતી અને જળાશયો છલકાયા
સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43 ટકા વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું મંગળકારી સાબિત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 22 ઈંચ એટલે કે 64% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સમયસર શરૂ થયેલા ચોમાસા અને તેના સંતોષકારક વિતરણને કારણે ખેતી ક્ષેત્રે ખુશીનો માહોલ છે. ખેડૂતોએ 82% વિસ્તારમાં વાવણીનું કામ પૂરું કરી દીધું છે. ખાસ કરીને મગફળી અને સોયાબીન જેવા પાકોમાં 100% થી વધુ વાવણી થઈ ચૂકી છે, જે ભવિષ્યમાં સારા પાકની આશા જગાવે છે.
વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55.43% વરસાદ થયો છે. જિલ્લાવાર જોતા, વલસાડમાં 60 ઈંચ, ડાંગમાં 54 ઈંચ અને નવસારીમાં 46.71 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મા-વડાલી, બનાસકાંઠાના વડગામ, પાલનપુર અને દાંતા જેવા અનેક તાલુકાઓમાં 100% થી વધુ વરસાદ થયો છે.
આ વરસાદને કારણે રાજ્યના જળાશયો પણ ભરાયા છે. કુલ 206 જળાશયોમાં સરેરાશ 69% જળસંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 78% ભરાઈ ગયો છે, જે એક સંતોષજનક સ્થિતિ છે. રાજ્યના 51 જળાશયો 90% થી વધુ ભરાયા હોવાથી તેમને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે, જ્યારે 23 ડેમ 'એલર્ટ' અને 24 ડેમ 'વોર્નિંગ' હેઠળ છે.
જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ 20મી ઓગસ્ટ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ ત્યારબાદ ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. આ વર્ષે 2020 અને 2022ના વર્ષોની જેમ સારો વરસાદ થવાની આશા છે. આ વરસાદે રાજ્યના ખેતી અને પાણીના સંકટને હળવું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.