નિકોલ વોર્ડમાં આધુનિક મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ..
પૂર્વ અમદાવાદને મળશે નવું મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં આધુનિક રમતોનો પણ સમાવેશ.
પૂર્વ અમદાવાદમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
પૂર્વ અમદાવાદમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
પૂર્વ અમદાવાદના નિકોલ વોર્ડમાં યુવા પેઢી અને રહેવાસીઓ માટે એક મોટા સમાચાર છે. અહીં ₹30 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે એક મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ યુવાનોમાં વધી રહેલી રમતગમત અને આરોગ્ય પ્રત્યેની જાગૃતિને વેગ આપશે.
આજકાલની યુવા પેઢી માટે સ્પોર્ટ્સ માત્ર ફુરસદની પ્રવૃત્તિ નથી, પરંતુ તે હેલ્ધી લાઈફસ્ટાઈલ, ફિટનેસ અને નેટવર્કિંગનું પણ એક મહત્ત્વનું માધ્યમ બની ગયું છે. આધુનિક રમતો, જેમ કે પિકલબોલ અને સ્ક્વોશ, યુવાનોમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે. આ નવું કોમ્પ્લેક્સ આ જરૂરિયાતોને પૂરી પાડશે અને યુવાનોને રમતગમત દ્વારા તેમના સ્વાસ્થ્યને જાળવી રાખવા અને સામાજિક સંબંધો વિકસાવવા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડશે.
મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુખ્ય વિશેષતાઓ:
નિકોલ વોર્ડમાં ટી.પી. સ્કીમ નં. 101ના ફાઈનલ પ્લોટ નં. 04, સંગાથ તળાવ પાસે. 10,000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ કોમ્પ્લેક્સ દોઢ વર્ષમાં તૈયાર થશે. અહીં બે પિકલબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, બે સ્વિમિંગ પૂલ (એક 50x25 મીટરનો અને બાળકો માટે ટેન્સાઈલ કેનોપી સાથેનો પૂલ) અને સ્ક્વોશ કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે. વધુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જીમ, ચાર મલ્ટિપર્પઝ હોલ, ટેબલ ટેનિસ, મેડિકલ રૂમ અને જ્યુસ બાર જેવી સુવિધાઓ પણ હશે. અહીં 39 ફોર-વ્હીલર અને 73 ટુ-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. આઉટડોર સીટિંગ સાથે ફૂડ કોર્ટ પણ તૈયાર કરાશે જે સામાજિક મેળાવડા માટે આકર્ષક સ્થળ બનશે.
આ પ્રોજેક્ટ નિકોલ વિસ્તારના લોકોને મોડર્ન ડે રમતગમતની સુવિધાઓ પૂરી પાડશે અને એક સુવ્યવસ્થિત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ કોમ્પ્લેક્સ યુવાઓ માટે ફિટનેસ અને મનોરંજનનું કેન્દ્ર બની રહેશે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.