ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે
ટ્રેક્ટર સાથે ફસાયેલા 7 શખ્સોનું NDRFએ કર્યું રેસ્ક્યૂ
સ્થાનિક ફાયરની ટીમ રેસ્ક્યૂ કરવા જતાં બોટ પલટી મારી હતી
સ્થાનિક ફાયરની ટીમ રેસ્ક્યૂ કરવા જતાં બોટ પલટી મારી હતી
ગઈકાલે સવારે વડનગર તાલુકાના જૂની વાગડી ગામે સાબરમતી નદીમાં રેતી ભરવા ગયેલા સાત યુવાનો અચાનક પાણીનો પ્રવાહ વધતાં ફસાઈ ગયા હતા. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નદી બે કાંઠે વહેવા લાગી, જેના કારણે વાગડી અને શોભાસણ ગામના આ યુવાનો બે ટ્રેક્ટર સાથે નદીમાં અટવાયા હતા. પાણીનો પ્રવાહ વધતાં યુવાનોએ બચવા માટે એક નાના ટાપુ પર ચડી જવું પડ્યું. ઘટનાની જાણ થતાં ગ્રામજનો નદીના કિનારે દોડી આવ્યા અને તંત્રને સૂચન કરવામાં આવ્યું.
સ્થાનિક ફાયર ટીમે પ્રારંભિક બચાવ કામગીરી શરૂ કરી, પરંતુ તે નિષ્ફળ રહી. રેસ્ક્યૂ દરમિયાન તેમની બોટ પલટી ગઈ, જેના કારણે તરવૈયા પણ ફસાયા. જોકે, અન્ય ટીમે દોરડાની મદદથી તેમને બચાવી લીધા. ભારે પાણીનો પ્રવાહ અને વરસાદને કારણે ગઈકાલે આખો દિવસ બચાવ કામગીરીમાં અડચણો આવી. ફસાયેલા યુવાનોને આખી રાત ભૂખ્યા-તરસ્યા ટ્રેક્ટરની ટ્રોલી નીચે વિતાવવી પડી.
આજે વહેલી સવારે NDRFની ટીમને બોલાવવામાં આવી. NDRFએ ખૂબ જહેમત બાદ ૨૪ કલાકે સાતેય યુવાનોને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા. કિનારે પહોંચતાં યુવાનો અને બચાવ ટીમોએ રાહતનો શ્વાસ લીધો. આ રીતે સાબરમતી નદીમાં ફસાયેલા તમામ યુવાનોનો જીવ બચાવાયો.
ફસાયેલા યુવકોના નામ:
- ઠાકોર દિનેશજી અરજણજી (રહે. શોભાસણ)
- યોગેશજી રમેશજી ઠાકોર (રહે. શોભાસણ)
- વાલાજી ફકીરજી ઠાકોર (રહે. શોભાસણ)
- પ્રવિણજી મફાજી ઠાકોર (રહે. શોભાસણ)
- વિરેશજી ઉદાજી ઠાકોર (રહે. શોભાસણ)
- મકવાણા કમલેશભાઈ (રહે. વાગડી)
- અશ્વિન રમેશભાઈ (રહે. સંજેરી)

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.