અમરેલીમાં મેઘમહેર: વરસાદથી ખેડૂતો ખુશ, કાળુભાર નદી બે કાંઠે!
અષાઢ મહિનાના પહેલાં જ દિવસથી મેઘરાજાની મહેરબાનીના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે.

ખેડૂતો ચોમાસું પાક સારો રહેવાની આશા સાથે મેઘરાજાના વધામણા કરી રહ્યા છે

ખેડૂતો ચોમાસું પાક સારો રહેવાની આશા સાથે મેઘરાજાના વધામણા કરી રહ્યા છે
ગુજરાતભરમાં વરસાદી મેઘમહેર જોવા મળી રહ્યો છે.સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે.ગુરૂવારે વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળો ઘેરાયા હતા.સવારથી જ અહીં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.જેના કારણે લોકોને ગરમીના ઉકળાટમાંથી રાહત મળી છે.મેઘરાજાના આગમનથી અમરેલીના લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
ખેડૂતોમાં હર્ષની લાગણી :
વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.આ સાથે જ અષાઢ મહિનાના પહેલાં જ દિવસથી મેઘરાજાની મહેરબાનીના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે.બાબરા પંથકના ખેડૂતો વરસાદના કારણે હરખાઈ રહ્યા છે.નવા પાકમાં સારો વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.પાક માટે જેટલો વરસાદ જોઈએ છે .તેટલો વરસાદ વરસી ગયો છે.તેના કારણે પણ ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ :
મળતી માહિતી મુજબ,બાબરા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.જેના કારણે ગ્રામ્ય પંથકના ઉપરવાદ વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું.કાળુભાર નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં હરખની હેલી વહી છે.ખેડૂતો ચોમાસું પાક સારો રહેવાની આશા સાથે મેઘરાજાના વધામણા કરી રહ્યા છે.નદીમાં જોઈએ તેના કરતાં વધારે પાણીની આવક થઈ છે.પાણી ની આવક વધારે થતાં કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે.
27થી 29 જૂનની આગાહી :
રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ,મોરબી,દેવભૂમિ દ્વારકા,જામનગર,પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા,અમરેલી,ભાવનગર,અરવલ્લી, મહીસાગર,દાહોદ,નવસારી,વલસાડ,ગાંધીનગર,પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?