ગુજરાતમાં મેઘમહેર: 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં આગાહી
હવામાન વિભાગ દ્વારા 10 ઓગસ્ટ સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં આપી ભારેથી અતીભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં વરસી શકે છે ભારે વરસાદ
આગામી દિવસોમાં વરસી શકે છે ભારે વરસાદ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હવે ફરી એકવાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેનાથી ગરમીથી કંટાળેલા લોકોને રાહત મળી શકે છે.
આગામી દિવસોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેમાં મુખ્યત્વે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધુ છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે.
ત્યારબાદ, 9 અને 10 ઓગસ્ટ ના રોજ કચ્છના છૂટાછવાયા વિસ્તારો અને રાજ્યના અન્ય 32 જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આજે 51 તાલુકામાં વરસાદ
ઉલ્લેખનીય છે કે, આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં ભરૂચના નેતરંગ, જૂનાગઢના મેંદરડા, કચ્છના મુન્દ્રા અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
આ આગાહી ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે વરસાદના વિરામથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.