ગુજરાતમાં શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહીઃ 134 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 151 શિક્ષકો 3 માસ કે તેથી વધુ સમય ગેરહાજર જણાયા

Major action of education department in Gujarat: 134 teachers were suspended

Major action of education department in Gujarat: 134 teachers were suspended
ગુજરાતમાં બિન અધિકૃત રીતે શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનો મુદ્દો હાલમાં ચર્ચાની એરણે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાન્છા ગામની શિક્ષિકા રજા વગર વિદેશ ગયા હોવાનો મામલો ચર્ચાસ્પદ બનતા સમગ્ર રાજ્યમાં તેના પડઘા પડ્યા છે. શિક્ષણ વિભાગે હાથ ધરેલી તપાસમાં સમગ્ર રાજ્યમાં 151 શિક્ષકો ગેરહાજર હોવાનું બહાર આવ્યુ છે.
જિલ્લા શિક્ષણ સમિતિના 145 અને નગર શિક્ષણ સમિતિના 6 શિક્ષકો વિવિધ બહાના હેઠળ ગેરહાજર જણાયા છે. તેથી ગેરહાજર રહેલા 134 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે. એકસાથે 134 શિક્ષકોને સસ્પેન્ડ કરતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગેરહાજર શિક્ષકોની વ્યાપક ફરિયાદ મળતા તમામ જિલ્લામાંથી માહિતી મંગાવી હતી. શિક્ષણ વિભાગે તમામ જિલ્લામાંથી ગુલ્લીબાજ શિક્ષકોની માહિતી મંગાવી હતી.
તમામ જિલ્લામાંથી મળેલી માહિતીના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ 27 જિલ્લા શિક્ષણ સમિતિના 145 શિક્ષકો ગેરહાજર છે. 145 માંથી બિન અધિકૃત રીતે 68 શિક્ષકો ગેરહાજર છે. 56 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. 18 શિક્ષકો બીમારી હેઠળ રજા ઉપર છે. જ્યારે 3 શિક્ષકો સામે પોલીસ કેસ થયેલા હોવાથી ગેરહાજર છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના 6 શિક્ષકો ગેરહાજર છે. 6 શિક્ષકો પૈકી 4 વિદેશ પ્રવાસે અને 2 શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર જણાયા છે.
દરેક જિલ્લામાંથી બિન અધિકૃત રીતે શિક્ષકો ગેરહાજર રહેવાના કિસ્સા બહાર આવતા શિક્ષણ વિભાગે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. 151 શિક્ષકો પૈકી 134 શિક્ષકોને બરતરફ કરવાનો નિર્ણય કરાયો છે. જેના કારણે શિક્ષણ આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે.
17 જિલ્લાના 32 શિક્ષકો વિદેશ પ્રવાસે :
તમામ જિલ્લામાંથી શિક્ષણ વિભાગને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર અને 31 શિક્ષકો બિન અધિકૃત રીતે એટલે કે મંજૂરી વિના ઘણા સમયથી ગેરહાજર છે.
અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે. જ્યારે એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક 177 દિવસની રજા પર છે. સ્કૂલ મેનેજમેન્ટે આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરી તેવા સવાલ ઉઠી રહ્યા છે.
અનેક શિક્ષકો 90 દિવસથી ગેરહાજર :
અમદાવાદ ગ્રામ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 8 શિક્ષકો 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે. જેમાં 7 શિક્ષકો વિદેશ પ્રવાસમાં છે અને એક શિક્ષક માંદગીના કારણસર રજા પર છે.
જ્યારે ગ્રામ્યની સરકારી શાળામાં એક શિક્ષક અને એક વહીવટી કર્મચારી લાંબી રજા પર છે. એક શિક્ષક સામે કાયદાકીય કાર્યવાહી ચાલતી હોવાથી તે શાળામાં ઘણા દિવસોથી ગેરહાજર છે.
જ્યારે એક વહીવટી કર્મચારી બિનઅધિકૃત રીતે મંજૂરી વિના લાંબી રજા પર છે. જ્યારે કોર્પોરેશનની શાળામાં પણ એક શિક્ષક લાંબા સમયથી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત