લંડન જતી ફ્લાઇટ ક્રેશ: વડોદરા, ભરૂચ, આણંદના મુસાફરોની યાદી સામે આવી
એર ઇન્ડિયાએ 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો

એર ઇન્ડિયાએ 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો

એર ઇન્ડિયાએ 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. વધુ માહિતી પૂરી પાડવા માટે એર ઇન્ડિયાએ 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે. એર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. વડોદરા કલેકટરે તેની ટેલિફોનિક વાતચીતમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં વડોદરાના 5 મુસાફરો હોવાની પુષ્ટિ કરી છે. જે આંકડો વધી શકવાની શકયતા પણ દર્શાવી છે. જોકે આંકડાઓ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી નહિ મળી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જ્યારે મળતી માહિતી અનુસાર પ્લેનમાં તાંદલજાના યાસમીન વોરા, વાડી ખત્રી પોળમાં રહેતા સાદીકાબાનુ મહંમદમીયા તપેલીવાલા (શેઠવાલા) ઉ.વ. - 27 (માતા), ફાતિમા શેઠવાલા 2.5 (દીકરી)પોતાના પતિ પાસે લંડન જતા હતા. જ્યારે માંજલપુરના કલ્પનાબેન પ્રજાપતિ તથા પાદરાના કેતન શાહ પણ પ્લેનમાં સવાર હતા. નોંધનીય છે કે, હજી સુધી ફ્લાઈટમાં સવાર મુસાફરોના મૃત્યુ આંક અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં પટેલ સાહિલ , પટેલ અલ્તાફ હુસેન, તાજુ હુસેના , તાજુ આદમ અને સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આણંદ જિલ્લા ભાજપે પણ લંડન જઇ રહેલા મુસાફરોની યાદી જાહેર કરી છે જેમાં 33 મુસાફરો હોવાનું જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.