રાજ્યના માત્ર 7 જિલ્લામાં હળવા વરસાદની આગાહી, ગરમીથી મળશે રાહત
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં છટાછવાયા હળવા વરસાદની આગાહી કરાઈ છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ માત્ર 7 જિલ્લાઓમાં હળવા અથવા છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બાકીના રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ આગાહી નથી. આ જિલ્લામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
આજે જ 7 જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે તેમાં ભાવનગર, અમરેલી, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હળવા અથવા છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગના અનુસંધાન મુજબ, આગામી 7 દિવસમાં પણ રાજ્યમાં ચોમાસાનો સત્તાવાર પ્રવેશ થયો નથી, તેમ છતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ વરસાદ થઈ શકે છે.
અરબ સાગરમાં ભેજના પ્રમાણમાં વધારો થવાને કારણે આ વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ પણ ઉકળાટ અને ગરમી યથાવત છે અને તાત્કાલિક રાહતના કોઈ સંકેત મળ્યા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.