હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, 10 જિલ્લામાં એલર્ટ
ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
રાજ્યમાં ભારે વરસાદ
રાજ્યમાં ભારે વરસાદ
ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે, જેના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓ માટે સવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જારી કરાયું છે.
ક્યાં-ક્યાં છે ઓરેન્જ એલર્ટ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આગામી દિવસો માટે વરસાદની આગાહી
23 ઓગસ્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.
24 ઓગસ્ટ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં યેલો એલર્ટ રહેશે, જ્યાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે.

છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 7.56 ઈંચ, ખેડબ્રહ્મામાં 7.13 ઈંચ, મહેસાણાના સતલાસણામાં 4.41 ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં 2.76 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3.11 ઈંચ અને આણંદમાં 2.09 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, રાજ્યના 43 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહારને અસર થઈ છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.