અમદાવાદ એલર્ટ! રાજ્યમાં મેઘતાંડવનું કાઉન્ટડાઉન શરૂ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું ફરી પૂરજોશમાં સક્રિય થયું છે. હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં યેલો એલર્ટ રહેશે. આ આગાહીને પગલે તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ: કયા જિલ્લામાં છે સૌથી વધુ ખતરો?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બનાસકાંઠા, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
મોરબીમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6થી 8માં માળિયા તાલુકામાં સવા બે ઇંચ અને હળવદ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો. રાજકોટના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ શરુ થઇ રહ્યો છે.
અમદાવાદમાં આવતીકાલની ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસથી અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વરસાદના પગલે અમદાવાદના અમુક વિસ્તારો જળબંબાકાર પણ થયા હતા. શહેરમાં આજ સવારથી ઠંડા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.
વરસાદી સિસ્ટમ અને આગામી આગાહી
હાલ ગુજરાત પર એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચિંતાજનક છે. તેમના મતે, 24થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘો અનરાધાર વરસી શકે છે. જ્યારે 27 અને 28 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
હવામાનની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના નાગરિકોને પણ જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે. આ ચોમાસાની સિઝનમાં સુરક્ષા અને સાવધાની એ જ શ્રેષ્ઠ ઉપાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.