બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને જાણીતા બિઝનેસમેન સંજય કપૂર (ઉંમર 53)નું હાર્ટએટેકથી દુઃખદ અવસાન થયું છે. તે ઈંગ્લેન્ડના એક ક્લબમાં પોલો રમતાં હતાં ત્યારે અચાનક જમીન પર પડી ગયા. તેમને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહિ.
ખાસ વાત એ છે કે, સંજય કપૂરે પોતાના અવસાનના થોડા જ કલાકો પહેલા અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ "X" પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, "અમદાવાદની વિમાન દુર્ઘટનાની ખબર ખૂબ જ દુઃખદ છે." આ સાથે જ તેમણે પ્રભાવિત પરિવારો સાથે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
સંજય કપૂર કરિશ્મા કપૂરના પૂર્વ પતિ હતા. બંનેએ વર્ષ 2003માં શાનદાર રીતે લગ્ન કર્યા હતા. તેમનું સંબંધ થોડા સમય બાદ જ તૂટી ગયો અને 2014માં બંનેએ તલાક લઈ લીધા હતા. તલાકનો મામલો મિડીયામાં ચર્ચાનો વિષય રહ્યો હતો. બંનેને 2 સંતાન છે - સમાયરા અને કિયાન કપૂર.
કરિશ્મા સાથે તલાક બાદ સંજયે પ્રિયા સાચદેવ સાથે ત્રીજીવાર લગ્ન કર્યા અને તેમને એક સંતાન પણ છે. તેમની પ્રથમ પત્ની નંદિતા મહતાની હતી.
સંજય કપૂરની મૃત્યુની ખબરમાં સોશિયલ મીડિયામાં શોકનો માહોલ છે. કરિશ્માના તરફથી હજુ સુધી કોઈ અધિકૃત પ્રતિસાદ આવ્યો નથી. તેમ છતાં બંનેના બાળકો સંજય સાથે સંપર્કમાં રહેતા હતા.