Jamnagar: બ્રાસપાર્ટ ભઠ્ઠીમાં આગ 4 શ્રમિકો દાઝયા!
પિત્તળનો પ્રવાહી રસ ઉડવાના કારણે ૪ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા

ચારેયને એમ્બયુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ચારેયને એમ્બયુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
જામનગર નજીક એક જીઆઈડીસીમાં રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ એક બ્રાસપાર્ટની ભઠ્ઠીમાં પિત્તળનો ભંગાર ઓગાળવામાં આવતો હતો. તે દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો અને પિત્તળનો પ્રવાહી રસ ઉડવાના કારણે ૪ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા.જેથી બ્રાસપાર્ટના એકમમાં ભારે નાસભાગ થઈ હતી.
આ બનાવ અંગે જાણ થતાં 108ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ ઉપરાંત પંચકોષી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.બ્રાસપાર્ટની ભઠ્ઠીમાં કામ કરી રહેલા ચાર શ્રમિકો સોમપાલ પાસવાન,વિજયકુમાર,અનિલભાઈ તથા સંજય પાસવાન નામના 4 શ્રમિકો ગંભીર રીતે દાઝયા હતા.આ ચારેયને એમ્બયુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં એક શ્રમિક ગંભીર રીતે દાજી ગયો હતો.હાલ ચારેયની સઘન સારવાર ચાલી રહી છે.સમગ્ર મામલે જાણ થતાં પોલીસની ટુકડી ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડ ગઈ હતી.અને આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.