દેશમાં કોરોનાના કેસમાં થયો વધારો, નવા XF-G વેરિયન્ટથી ચિંતામાં થયો વધારો
દેશમાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. XF-G નામના નવા વેરિયન્ટના 163 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ અને ગુજરાતમાં નોંધાયા છે ...

કોરોનાના કેસમાં વધારો

કોરોનાના કેસમાં વધારો
દેશમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા અંકડાઓ મુજબ, એક્ટિવ કેસની સંખ્યા 6,491 સુધી પહોંચી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાંથી 33 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
આ વચ્ચે XF-G નામનો નવો વેરિયન્ટ પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. SARS-CoV-2 જિનોમિક્સ કંસોર્ટિયમના ડેટા મુજબ XF-G વેરિયન્ટના 163 કેસ દેશભરમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 89 કેસ મળી આવ્યા છે, જ્યારે તમિલનાડુમાં 16, કેરળમાં 15 અને ગુજરાતમાં 11 કેસ નોંધાયા છે.
કેરળમાં હાલમાં 1,957 સક્રિય કેસ છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં પણ કેસ વધતાં જાય છે.
વિશિષ્ટ બાબત એ છે કે, XF-G વેરિયન્ટ ઓમિક્રોનના ઉપ-વેરિયન્ટમાંથી વિકસેલો છે અને તેને ચારેક મહત્વના મ્યૂટેશન મળ્યા છે. જેનાથી તે વધુ ઝડપથી ફેલાય છે અને રોગપ્રતિકારક શક્તિથી બચી શકે છે.
‘ધ લેન્સેટ’ના અહેવાલ અનુસાર, આ વેરિયન્ટ સૌપ્રથમ કેનેડામાં નોંધાયો હતો. વૈજ્ઞાનિકો મુજબ તે વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને પણ અસર આપી શકે છે. જોકે, છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી, પરંતુ નવા વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં 65 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.