શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર, વાંચો શું છે
રાજ્યની તમામ શાળાઓમાં આજથી શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂઆત થઈ

રાજ્યની તમામ શાળાઓમાં આજથી શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂઆત થઈ

રાજ્યની તમામ શાળાઓમાં આજથી શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂઆત થઈ
ગુજરાત બોર્ડ હેઠળના રાજ્યની તમામ શાળાઓમાં આજથી શૈક્ષણિક વર્ષ 2025-26ની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) સાથે જોડાયેલો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, હવે LCમાં વિદ્યાર્થીઓના નામ સાથે અટક લખવી ફરજિયાત થશે. આ પગલું વિદ્યાર્થીઓના ભવિષ્યમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયામાં યોગ્યતા અને સરળતા લાવવાના હેતુથી લેવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે.
હાલમાં LCમાં વિદ્યાર્થીઓના નામ લખવાની પદ્ધતિમાં અલગ અલગ શાળાઓમાં વિસંગતતા જોવા મળતી હતી, જેમાં કોઈ શાળાઓ અટક લખતી નથી પરિણામે, વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ, સ્કોલરશીપ ફોર્મ કે કોઈ વેરીફિકેશન પ્રક્રિયામાં દસ્તાવેજ મિસમેચ થવાના કિસ્સાઓ જોવા મળતા હતા. હવે, શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે:
LCમાં વિદ્યાર્થીનું સંપૂર્ણ નામ
પિતા અને માતાનું સંપૂર્ણ નામ
અને અટક (surname) સ્પષ્ટ રીતે લખવી ફરજિયાત રહેશે.
શિક્ષણ વિભાગે આ નિર્ણય લેતા સમયે વર્તમાનમાં ચાલી રહેલી APAAR ID (Automated Permanent Academic Account Registry) પ્રોજેક્ટને પણ ધ્યાનમાં લીધો છે. APAAR ID માટે આધારકાર્ડ સાથે વિદ્યાર્થીઓના વિગતો મેપિંગ કરવામાં આવી રહી છે, જેને કારણે LCમાં સાચું અને સંપૂર્ણ નામ હોવું અત્યંત આવશ્યક છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ને આધારે આ નિયમ રાજ્યની સર્વ સરકારી તેમજ ખાનગી શાળાઓ પર લાગૂ રહેશે. LC આપતી વખતે કોઈપણ શાળા જો નિયમિતતા નહીં જાળવે તો તે શિસ્તભંગના દરજ્જામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.