છોટાઉદેપુરમાં ભારે વરસાદનો માહોલ છે.જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે.જળાશયો છલકાયા છે.રસ્તા પર નદીઓ જેવું વહેણ જોવા મળી રહ્યું છે.વાહનોના સ્થાને હોડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે.લોકોના જન જીવન ઠપ થઈ ગયા છે.ગુજરાતનાં દરેક જિલ્લામાં લગભગ વરસાદ વરસ્યો છે.કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થાય છે.અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.તંત્રની બેદરકારીના કારણે રહીશો મુસીબતમાં મુકાયા છે.જન જીવન ખોરવાતા મોટી નુકસાની થઇ છે.અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે.દક્ષિણ ગુજરાતના સુરતમાં જાણે આભફાટી પડ્યું હોય તેવો વરસાદ વરસ્યો હતો.લોકોનું જીવ બચાવવા માટે તંત્ર છેલ્લે છેલ્લે જાગ્યું છે.
સમગ્ર પંથક પાણી-પાણી :
છોટાઉદેપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ છે.ત્યારે નદીઓમાં પણ તોફાની વહેણ જોવા મળી રહ્યા છે.પાવી જેતપુર સિહોદ પાસે નેશનલ હાઇવે 56ની ભારજ નદી પર બનાવેલા ડાયવર્ઝનના બે ટુકડા થયા છે.બે મહિના અગાઉ 4 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.પરંતુ ભારજ નદીના પાણીના પ્રવાહમાં તે ધોવાયું છે. ડાયવર્ઝન ધોવાઇ જતા મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરથી આવતા લોકોને 40 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે.આવી મુસીબતના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.જ્યાં જોઈએ ત્યાં જાણે પાણી પાણી જોવા મળી રહ્યું છે.આખા જિલ્લામાં જાણે પાણી વહેતું થઈ ગયું છે.
તંત્રની બેદરકારી :
તંત્રની બેદરકારીના કારણે લોકો પરેશાન છે.અને કુદરત કોપાયમાન થતા ભારે નુકસાન થઇ રહ્યું છે.રાજ્યમાં આગામી દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે તંત્ર શું કામગીરી કરશે.તે મહત્ત્વનું છે.હાલ તો તંત્ર જાગ્યું છે અને લોકો સુધી મદદ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.સંપર્ક વિહોણા ગામડાઓમાં પણ મદદ પહોંચાડવા માટે પ્રયાસ શરુ છે.