Gujarat Rain: સાબરકાંઠાના વડાલીમાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટના પગલે મધરાતે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
અમીરગઢ પંથકમાં ભારે વરસાદ પડતા ખેતરો બેટમાં ફેરવાયા છે. જ્યારે અમીરગઢના ઈકબાલગઢ હાઇવેથી બજારમાં આવતા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે ઈકબાલગઢના મુખ્ય માર્ગ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં 11 ફૂટ જેટલા ભરાયા પાણી ભરાઇ જતા રાહદારીઓ અટવાઇ ગયા છે.
વરસાદની આગાહીને પગલે સાબરકાંઠાના વડાલીમાં 24 કલાકમાં 12 ઇંચ તો ખેડબ્રહ્મામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે તો કચ્છ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, મહિસાગર, દાહોદ, વલસાડ, દમણ, દાદર અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બનાસકાંઠાના અમીરગઢ, ઈકબાલગઢ પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બાલારામ નદી બે કાંઠે વહેતી થઈ છે. સિઝનના પહેલા જ વરસાદમાં બનાસકાંઠા જિલ્લાની નદીઓ છલકાઈ ગઈ છે. નદીનું પાણી દાંતીવાડા ડેમમાં પહોંચતા ખેડૂતોને આવનાર સિઝનમાં ફાયદો થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.