અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજા ત્રાટક્યા, નરોડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા...
અમદાવાદમાં મેઘરાજા ત્રાટક્યા
અમદાવાદમાં મેઘરાજા ત્રાટક્યા
રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
શહેરના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ?
સવારથી જ પડેલા વરસાદથી વસ્ત્રાપુર, નરોડા, અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલ દરવાજા, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા અને સોલા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને નરોડાના કેટલાક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને પગલે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ પણ બંધ કરાયા છે.
રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. હાલ રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. રાજ્યમાં 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે.
સાબરમતી નદીની જળસપાટી વધી, વાસણા બેરેજના દરવાજા ખોલાયા
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીની જળસપાટીમાં વધારો થયો છે. સાબરમતીનું લેવલ 40 મીટરે પહોંચતાં અમદાવાદના વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ અને 1 દરવાજો 2 ફૂટ ખોલીને નદીમાં 5800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.