નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, ડેડીયાપાડાનો પુલ ધોવાયો, ઘરોમાં ઘૂસી ગયા પાણી
નર્મદા જિલ્લામાં અવિરત વરસાદના કારણે પાણી ભરાયા છે, ડેડીયાપાડાનો પુલ ધોવાઈ જતા પરિવહન ખોરવાયું છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

વરસાદના લીધે પરિવહન ખોરવાયું

વરસાદના લીધે પરિવહન ખોરવાયું
રાજ્યમાં ચોમાસાની મોસમ ધમાકેદાર રીતે શરૂ થઈ છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. નાંદોદ તાલુકાના વિડયા ગામની સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ યા છે અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો ઘરમાં અટવાઈ ગયા છે અને કામકાજ મૂકી દેવાનો વારો આવ્યો છે.
ડેડીયાપાડા-રાજપીપળા વચ્ચેના યાલ મોવી પુલ ફરી એક વખત વરસાદમાં તૂટી પડ્યો છે. ગયા વર્ષે પણ આ પુલ ધોવાઈ ગયો હતો અને કામચલાઉ રીતે બનાવાયો હતો, પણ ફરી વરસાદ પુલને પણ નડ્યો છે. આ પુલ તૂટી જવાથી કેટલાક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.
લાછરસ ગામમાં પાણી ભરાવાને કારણે એક ગાડી તણાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ રાહત કામગીરી ચલાવીને વાહનચાલકોને બચાવ્યા હતા અને ગાડી પણ પાણીમાંથી બહાર કાઢી હતી. હજી સુધી તે વાહન ક્યાંથી આવ્યું હતું તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી.
નાંદોદ તાલુકાના વડિયા ગામની સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા છે. લોકો વારંવાર આવી સ્થિતિનો સામનો કરે છે છતાં તંત્ર દ્વારા પાણી નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોના મતે, પાણી નિકાલની સુચિત વ્યવસ્થાની ગેરહાજરીને કારણે દર વર્ષે આ સમસ્યા ઉભી થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?