દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 4 કલાકમાં 4 ઈંચ વરસાદ!
ચાર કલાકમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

મહીસાગર જિલ્લામાં 4 કલાકમાં 3.82 ઈંચ વરસાદ નોંધાયો છે.આ સિવાય દાહોદમાં પણ અઢી ઈંચ ઉપર વરસાદ નોંધાયો...

મહીસાગર જિલ્લામાં 4 કલાકમાં 3.82 ઈંચ વરસાદ નોંધાયો છે.આ સિવાય દાહોદમાં પણ અઢી ઈંચ ઉપર વરસાદ નોંધાયો...
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે.જોકે,અમુક વિસ્તારોમાં મેઘરાજા કહેર થઈને વરસી રહ્યા છે.છેલ્લાં બે દિવસથી અતિ ભારે વરસસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની સ્થિતિ કફોડી બની હતી.સુરત અને તાપીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા.જોકે,હજુ સુધી વરસાદ ખમૈયા કરવા તૈયાર નથી.આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહ્યો છે.નર્મદા અને તાપી જિલ્લામાં તો ચાર કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
ચાર કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ :
બુધવારે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લાં ચાર કલાકમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ :
હવામાન વિભાગે બુધવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કર્યા છે.જેમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 કલાકમાં 4.09 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતમાં પણ મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો છે.ચાર કલાકમાં સુરતમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં કેવી છે સ્થિત?
જોકે,દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.મહીસાગર જિલ્લામાં 4 કલાકમાં 3.82 ઈંચ વરસાદ નોંધાયો છે.આ સિવાય દાહોદમાં પણ અઢી ઈંચ ઉપર વરસાદ નોંધાયો છે.

અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદ :
જોકે,આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો.જોકે,ત્યારબાદ વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યો હતો.હવામાન વિભાગના આંકડા અનુસાર,સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો હતો.

25થી 29 જૂનની આગાહી :
25 જૂને ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર,ભરુચ,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ,નર્મદા,વડોદરા,પંચમહાલ,દાહોદ,છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી,વલસાડ, ડાંગ,તાપી,નર્મદા,છોટા ઉદેપુર,પંચમહાલ,દાહોદ,મહીસાગર,અરવલ્લી,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે.27 જૂનના રોજ કચ્છ,મોરબી, જામનગર,દેવભૂમિ દ્વારકા,નવસારી,ડાંગ,તાપી,નર્મદા,છોટા ઉદેપુર,પંચમહાલ,દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે.જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?