ગુજરાતમાં ભારે વરસાદ, પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 212 તાલુકામાં વરસાદ, દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર
છેલ્લા 24 કલાકમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાઓના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઈંચ અને ધરમપુરમાં 3 ઈંચ નોંધાયો છે. નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા અને સાબરકાંઠાના તલોદમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ થયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજ તારીખે એટલે કે 22 ઓગષ્ટ, 2025ના સવારે 6:00 વાગ્યા સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 681.14 મિમી એટલે કે 77.24 ટકા નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 80.51 ટકા, કચ્છમાં 80.26 ટકા, સૌરાષ્ટ્રમાં 77.39 ટકા, ઉત્તર ગુજરાતમાં 75.87 ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 73.40 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના માછીમારોને 22થી 25 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ હાલમાં 80.84 ટકા જેટલો ભરાયો છે જ્યારે રાજ્યના 206 ડેમો કુલ 75.74 ટકા ક્ષમતા સુધી ભરાઈ ગયા છે. વધુમાં, 73 ડેમ હાઈ એલર્ટ પર છે, 35 ડેમ એલર્ટ પર છે અને 16 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
ચોમાસાની આ ઋતુમાં એટલે કે 1 જૂન, 2025થી અત્યાર સુધી રાજ્યમાંથી કુલ 5,205 નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 900થી વધુ નાગરિકોને રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 12 NDRF અને 20 SDRF ટીમો મેદાને કાર્યરત છે જ્યારે 1 NDRF અને 13 SDRF ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.
ચોમાસાના પવિત્ર સમયગાળામાં આકસ્મિક વરસાદી પરિસ્થિતિથી રાજ્યનું વહીવટી તંત્ર સતત સતર્ક છે અને લોકોની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.