ભારે વરસાદમાં બોટાદમાં લાઠીદડ પાસે તણાઈ કાર, 6 લોકો થયા ગુમ, 2નો બચાવ
બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઈ ગઈ જેમાં 6 લોકો ગુમ છે અને 2ને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 10 કલાકમાં બોટાદ અને ગઢડામાં ધોધમાર વરસાદ નો ...

બોટાદમાં કાર તણાઈ

બોટાદમાં કાર તણાઈ
રાજ્યમાં સોમવારથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની છે. બોટાદ જિલ્લાના લાઠીદડ ગામ નજીક એક ઈકો કાર તણાઈ ગઈ હતી. કારમાં કુલ 8 લોકો સવાર હતા, જેમાંથી 2નું રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે 6 લોકો હજુ સુધી ગુમ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તણાયેલી કારમાં લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર સવાર હતો. મોડી રાતથી તેમને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘટના બાદ તંત્રએ તાત્કાલિક પગલાં ભર્યા હતા, તેમ છતાં 10 કલાકના પ્રયાસ પછી પણ બાકીના 6 લોકો મળી નથી.
બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 10 કલાકમાં બોટાદમાં 9.72 ઇંચ અને ગઢડામાં 13.50 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેવા લાગી છે અને રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહી રહી છે.
બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર પંથકમાં પણ મેઘમહેરના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. વરસાદથી ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, જોકે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે દૈનિક જીવન પર અસર પડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.