અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ,અનેક જગ્યા પાણી ભરાય!
સત્તાવાર ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે.

ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક

ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે.દિવસ ભર ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.પવનની ગતિ 25-35 કિમી પ્રતિ કલાકની રહેશે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગ દ્વારા 11 જિલ્લાઓમા રેડ એલર્ટ અપાયું છે.
રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો:
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ સર્જશે.સત્તાવાર ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ શરુ કરી છે. અને વરસાદી માહોલ પેદા કર્યો છે.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.અને લોકોને ગરમીથી રાહત મળી છે.ભારે ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે.વરસાદી માહોલના કારણે ખેડૂતો ખુશ છે.અને તેઓ વાવેતર માટે તૈયારીઓ શરુ કરી રહ્યા છે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.