ગુજરાતમાં પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું..
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં 'મેઘ તાંડવ' જોવા મળી શકે છે. હાલમાં સક્રિય થયેલી ચારથી પાંચ વરસાદી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કયા વિસ્તારો રેડ અને ઓરેન્જ એલર્ટ પર?હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા એલર્ટ મુજબ, નવસારી, વલસાડ અને દમણમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 18થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે અને અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 27 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદનું અનુમાન છે. આ સાથે, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
સિઝનનો 65% વરસાદ નોંધાયો, ડેમમાં જળસ્તર વધ્યુંરાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 70.11 ટકા, મધ્ય ગુજરાતમાં 67.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.89 ટકા, કચ્છમાં 65.46 ટકા અને સૌરાષ્ટ્રમાં 58.32 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 ડેમોમાં કુલ 72.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જ્યારે સરદાર સરોવર ડેમમાં 74.94 ટકા પાણીનો જથ્થો છે, જે પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા હળવી કરે છે. ભારે વરસાદની આગાહીને જોતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.