ગુજરાત રાજ્ય કરાર આધારીત કર્મચારી સંઘે ગુજરાત શાળા શિક્ષણ પરિષદના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખીને ગુજરાત શાળા શિક્ષણ પરિષદના કરાર આધારીત કર્મચારીઓના પગાર સુધારણા, નવા ભરતીના નક્કી કરેલ પગાર દર અને ફરજિયાત બદલીના મુદ્દાઓ અંગે રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયું છે કે ટેક્નિકલ અને નોન ટેક્નિકલના તફાવત સાથે નક્કી કરેલ નવી ભરતીના પગાર દર અંગે ફેર વિચારણા કરી રાજ્ય, જિલ્લા અને તાલુકાઓની તમામ કેડરના પગારના દર એકસમાન નક્કી કરવામાં આવે.
રજૂઆતમાં જણાવાયું છે કે સર્વિસ રુલ્સ અને વર્ષ 1997ના મહેકમ મંજૂરીના પત્રની અંદર રહેલા શિડ્યુલ મુજબ જિલ્લા કક્ષાની તમામ કેડરના પગાર એક સમાન હોઇ તેમજ તેમા ટેક્નિકલ અને નોન ટેકનિકલ તેવો કોઇ ફેરફાર જણાવેલ ના હોઇ જિલ્લાની તમામ કેડરના પગાર એક સમાન કરવામાં આવે.
હાલમાં વ વિનંતી ના બદલી કેમ્પ થતાં ફરજિયાત બદલી કરવામાં આવે તેવું જણાતું નથી તેમ છતાં પણ જો આવનારા સમયમાં રાજ્ય કચેરીના વિચારણામાં હોય તો અમારી વિનંતી છે કે શાળાના નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થઇ ગયેલી હોઇ મોટા ભાગના કર્મચી દ્વારા તેમના બાળકોની નવા સત્રની ફી ભરી દીધેલી હોય તેવામાં ફરજિયાત બદલી કરવામાં આવે તો કર્મચારી એ એકલા કામગિરીના નવા સ્થળ પર જવુ પડે જેમાં પરિવાર અને કર્મચારીએ અલગ અલગ રહેવાનું થાય જેનાથી તેમનું નાણાકિય ભારણ વધી શકે એમ હોઇ હાલ પુરતી ફજિયાત બદલી કરવાની વિચારણા હોય તો તે રોકવામાં આવે.
ભવિષ્યમાં ફક્ત જિલ્લા કક્ષાના કર્મચારીઓની ફરજિયાત બદલી ના કરતાં સ્ટેટ પ્રોજેક્ટ કચેરી કક્ષાએ ફજ બજાવતા જિલ્લા અને તાલુકાની સમકક્ષ કેડર ધરાવતા તમામ કરાર આધારીત કર્મચારીઓનો પણ ફજિયાત બદલીમાં સમાવેશ કરવામાં આવે અને તેમની પણ ફરજિયાત બદલી કરવામાં આવે
ઉપરાંત રજૂઆતમાં જણાવાયું છે કે રાજ્ય કચેરીએ પ્રતિનિયુક્તી લેવાતા વર્ગ 3ના શૈક્ષણિક કર્મચારી માટે પણ બીઆરસી અને સીઆરસી જેમ પરીક્ષા પદ્ધતિ દ્વારા જ લેવામાં આવે અને તેમના પર પણ કામગિરીના વર્ષોની મર્યાદા નક્કી કરવામાં આવે જે મર્યા પૂર્ણ થતાં તેમને પણ મુળ જગ્યામાં પરત મુકવામાં આવે.