LRDની લેખિત પરીક્ષા માટે ગુજરાત એસ.ટી દોડાવશે એકસ્ટ્રા બસ
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજિત ૨.૪૮ લાખ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે

રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજિત ૨.૪૮ લાખ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે

રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજિત ૨.૪૮ લાખ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ કલાક સુધી લોકરક્ષક કેડર- LRDની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિત કુલ ૭ કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે. જેમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી અંદાજિત ૨.૪૮ લાખ ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેશે એમ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.૧૪ જૂન ૨૦૨૫ અને તા.૧૫ જૂન ૨૦૨૫ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇને નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સેવા તથા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સમયગાળા દરમિયાન નિગમ દ્વારા બસોના એક્સ્ટ્રા સંચાલન સેવાનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો ટિકિટ કાઉન્ટર તેમજ એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે તેમ, વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.