Rain : આગામી 7 દિવસ ઝાપટાં, પછી શું? ચોમાસું મહારાષ્ટ્રમાં અટકાતા ગુજરાતના ખેડૂતો પર સંકટ!
11 જૂન સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં...

ચોમાસું રૂઠ્યું, ખેડૂતો ચિંતામાં...

ચોમાસું રૂઠ્યું, ખેડૂતો ચિંતામાં...
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત પરથી ચોમાસું રૂઠ્યું હોય તેમ, વરસાદે જાણે બ્રેક મારી દીધી છે. ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને વાવણી કાર્ય પણ અટવાઈ ગયું છે. આવા સમયે હવામાન વિભાગે થોડી રાહત થાય તેવી આગાહી કરી છે, પરંતુ તે કેટલી પૂરતી સાબિત થશે તે મોટો સવાલ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે હાલ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 11 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદના એંધાણ છે, જ્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદ ગાજવીજ અને પવન સાથે થવાનું અનુમાન છે.
આનો અર્થ એ થાય કે, સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
આ પણ વાંચો : Dwarka ના ગોમતી ઘાટ પર કરુણાંતિકા, 4 યુવતીઓ ડૂબી, 1 નું કમકમાટીભર્યું મોત!
જોકે, આ રાહત લાંબી ટકે તેવી શક્યતા ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 8 જૂન બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે, કારણ કે હાલ ચોમાસું મહારાષ્ટ્રમાં જ અટકેલું છે અને ગુજરાત તરફ તેની પ્રગતિ ધીમી પડી છે. આ સ્થિતિ ખેડૂતો માટે વધુ ચિંતાજનક છે, કારણ કે જો સમયસર સારો વરસાદ નહીં થાય તો વાવણી અને પાકને મોટું નુકસાન થઈ શકે છે. શું આ છૂટાછવાયા ઝાપટાં ગુજરાતના ખેડૂતોને જીવનદાન આપી શકશે કે પછી તેમને આકાશ તરફ મીટ માંડીને બેસી રહેવું પડશે? તંત્રએ પણ આ સ્થિતિમાં ખેડૂતો માટે તાત્કાલિક રાહત પેકેજ કે અન્ય સહાયની જાહેરાત કરવી જોઈએ.
આ પણ વાંચો : ડબલ સ્ટાન્ડર્ડનો વિવાદ, Rajkot ના મેળા માટે જ કડક SOP, CM સુધી પહોંચ્યો મુદ્દો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.