ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂપિયા 5640 કરોડનું ડ્રગ્સ પકડ્યુઃ ગૃહ રાજ્યમંત્રી
431 આરોપીઓ સામે 317 ગુના દાખલ કરાયા

Gujarat police seized drugs worth Rs 5640 crore in one year: Minister of State for Home

Gujarat police seized drugs worth Rs 5640 crore in one year: Minister of State for Home
વિધાનસભાના સત્રના અંતિમ દિવસે ૧૧૬ની નોટિસ પર ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પકડવા બાબતે જાણકારી આપી હતી. ગુજરાત પોલીસે કચ્છ, વલસાડ, નવસારી જિલ્લાના દરિયા કિનારેથી છેલ્લા ૧૫ દિવસમાં અંદાજે રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પાકિસ્તાન જેવા પડોશી દેશો દ્વારા ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ગુજરાતમાં ઘુસાડવાના ઈરાદાઓ ગુજરાત પોલીસે નાકામિયાબ બનાવ્યા છે. છેલ્લા એક વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ ૩૧૭ ગુના દાખલ કરી ૪૩૧ આરોપીઓને પકડી અંદાજે રૂપિયા ૫૬૪૦ કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.
વર્ષ-૨૦૨૪માં ગુજરાત એટીએસે દરિયાઈ વિસ્તારમાંથી રૂપિયા ૪૨૭ કરોડનું આશરે ૬૧ કિલો ડ્રગ્સ પકડ્યુ છે. દરિયાઈ વિસ્તારમાં નાના-મોટા લેન્ડિંગ પોઇન્ટ પર ૧૭૮ કરોડનું બિનવારસી ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ સફળ રહી છે.
સાયબર ફ્રોડનો ભોગ બનેલા 2.58 લાખથી વધુ ખાતા અનફ્રીઝ કર્યા :
વિધાનસભા ગૃહમાં બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, બેંક એકાઉન્ટને બદલે માત્ર સાયબર ફ્રોડમાં ટ્રાન્સફર થયેલી રકમ ફ્રીઝ કરવા અંગે નીતિ બનાવનાર ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ બન્યુ છે.
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા ગુજરાત પોલીસના સાયબર સેલે ૨૦ દિવસમાં ૨.૫૮ લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે. સમગ્ર દેશમાં આટલી મોટી સંખ્યામાં બેંક ખાતાઓ અનફ્રિઝ કરવામાં ગુજરાત પ્રથમ નંબરે છે. એટલુ જ નહિ, વર્ષ-૨૦૨૪માં ૮૫.૨૪ કરોડની છેતરપીંડી થઇ હતી. જેમાંથી ૬૬.૧૫ કરોડની રકમ રીફંડ કરાવવામાં પોલીસને સફળતા મળી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત