છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસ્યો વરસાદ, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
જાંબુઘોડામાં 8 ઈંચ વરસાદ સાથે 24 કલાકમાં 81 તાલુકા ભીંજાયા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી સાથે યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્ ...

વરસાદની આગાહી

વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 3થી 4 દિવસથી હવામાનમાં ફેરફાર જોઈને ચોમાસાની ઋતુનો પૂરતો પ્રારંભ થયો હોય એવું લાગી રહ્યું છે. તાપમાન ઘટ્યું છે અને આજે તારીખ 21 જૂન, સવારે 6:00 વાગ્યા સુધી રાજ્યના કુલ 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઈંચ પડ્યો છે, જ્યારે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 5 ઈંચ, આણંદના પેટલાદમાં 3.5 ઈંચ, હાલોલમાં 2.7 ઈંચ, વલસાડના કપરાડામાં 3.0 ઈંચ અને આણંદના તારાપુરમાં પણ 2.7 ઈંચથી વધુ વરસાદ થયો છે.
અન્ય વિસ્તારો જેવા કે, આણંદ શહેરમાં 2 ઈંચ, બોરસદમાં 2.5 ઈંચ, જઘડિયામાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. 9 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 51 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
આગામી 5 દિવસ હવામાન વિભાગની આગાહી
21 જૂનના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 22 જૂનના દિવસે નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠા માટે ઓરેન્જ એલર્ટ અને કચ્છ સહિત કુલ 15 જિલ્લાઓ માટે યેલો એલર્ટ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
23 જૂનના દિવસે સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય 15 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
24 જૂનના દિવસે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. 17થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
25 જૂન જૂનના દિવસે નવસારી, વલસાડ અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા કચ્છ, મોરબી, જૂનાગઢ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?