ગુજરાત હાઈકોર્ટને મળ્યો બોમ્બનો ઈ-મેલ, સુરક્ષા કડક
ડોગ- સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે

ડોગ- સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે

ડોગ- સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઈકોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો કોર્ટના ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ડોગ- સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે.
હાઈકોર્ટના ઈ- મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી : સફીન હસન
ઝોન 1ના ઈનચાર્જ ડીસીપી સફીન હસન જણાવ્યું હતું કે હાઈકોર્ટના ઈ-મેલ પર બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા તપાસ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ- મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝેબલ ટીમ અને ફાયરની ગાડી હાઈકોર્ટ પહોંચી :
ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટ પહોંચી ગઈ છે. હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ નંબર-5 બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
રિસેસ બાદ કોર્ટ બંધ :
રિસેસ બાદ કોર્ટને બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટમાં ઉપસ્થિત વકીલોને પણ કોર્ટ છોડવા સૂચન કરાયું છે. હાલમાં કોર્ટમાં સિક્યોરીટી ચેકિંગ ચાલું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.