સુરતના સરથાણામાં ખાડી પૂરાની પરિસ્થિતિ, 15થી વધુ સોસાયટીઓ અસરગ્રસ્ત
સુરતના સરથાણા વિસ્તારમાં ભારે વરસાદ પછી ખાડીપૂરાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં 15થી વધુ સોસાયટીઓમાં પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા.

સુરતમાં ઘરોમાં ભરાયા પાણી

સુરતમાં ઘરોમાં ભરાયા પાણી
સુરતમાં વરસેલા ભારે વરસાદ બાદ હવે સરથાણા વિસ્તારમાં ખાડી પૂરાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. શહેરના આ વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ ખાડીના ઓવરફ્લો થયેલા પાણીના કારણે અસરગ્રસ્ત બની છે. ખાડીના પાણી ઘરો અને દુકાનો સુધી ઘૂસી ગયેલા છે. કેટલીક જગ્યાએ લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયેલા છે તો કેટલીક દુકાનો પણ પાણીમાં ડૂબી ગઈ છે.
સ્થાનિકોનું કહેવું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ખાડી સફાઈના દાવા માત્ર કાગળ પર જ રહ્યા છે. સફાઈનો અભાવ અને અધિકારીઓની બેદરકારીને કારણે ખાડીનું પાણી બહાર છલકાયું છે અને પરિણામે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
સુરત શહેરમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે મોટાભાગના વિસ્તારો બેટમાં ફેરવાયા છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. સુરત શહેરમાં ગઈકાલે પણ સવારના 8થી 10 સુધીના માત્ર 2 કલાકના જ સમયગાળામાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. આ 2 કલાક સુરતીઓને એવુ લાગ્યું હતું કે આભ ફાટ્યું છે.
કામરેજ, પલસાણા, બારડોલીમાં 7 થી સાડા 8 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદી પાણી ઉતર્યા ત્યાં તો સુરત શહેરમાં ખાડીપુરનો ખતરો ઉભો છે. સુરતના પૂણામાં ખાડીના પાણી રસ્તાઓ પર આવ્યા છે, ખાડીના પાણી શહેરમાં ઘૂસતા રાહદારી-વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?