મિડલ ઈસ્ટના તણાવની અસર અમદાવાદ એરપોર્ટ પર, 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ થઈ રદ
ઈરાન-ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે મિડલ ઈસ્ટનું એર સ્પેસ બંધ થયું છે અને તેના કારણે અમદાવાદ એરપોર્ટ પરથી 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે ...

અમદાવાદ એરપોર્ટ

અમદાવાદ એરપોર્ટ
મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતાં તણાવના પગલે ઘણા દેશોએ પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું છે, જેના કારણે હવે તેની સીધી અસરકારક અસર ભારતના અમદાવાદ એરપોર્ટ પર જોવા મળી રહી છે. કતાર, યુએઈ, ઈરાક, બહેરીન અને ઈરાને પોતાની હવાઈ હદ બંધ કરતાં અમદાવાદની 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.
રદ્દ થયેલી ફ્લાઈટ્સમાં એર ઈન્ડિયાની લંડનથી આવતી ફ્લાઈટ નંબર AI-160 (બોઇંગ 788), ઈન્ડિગોની દુબઈથી આવતી ફ્લાઇટ 6E-1478 અને આબુધાબીથી આવતી ફ્લાઇટ 6E-1432 (બન્ને બોઇંગ 20N), કુવૈત એરવેઝની કુવૈત સિટીથી આવતી ફ્લાઇટ KU-345 (બોઇંગ 32N), તથા કતાર એરવેઝની દોહાથી આવતી ફ્લાઇટ QR-534 (બોઇંગ 320)નો સમાવેશ થાય છે.
આ અંગે SVPI (સર્દાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મિડલ ઇસ્ટ એર સ્પેસના બંધ હોવાના કારણે અમુક ફ્લાઈટ ઓપરેશન્સ પર અસર થઈ છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ એરપોર્ટ તરફ જતા પહેલાં પોતાની ફ્લાઈટની સ્થિતિ સંબંધિત એરલાઈન પાસેથી ચોક્કસપણે તપાસી લે. સતત ફેરફાર થતી પરિસ્થિતિને કારણે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?