ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી!
કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જારી કરાયું
ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગૃપની બેઠકમાં કરાઈ સમીક્ષા
ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગૃપની બેઠકમાં કરાઈ સમીક્ષા
ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીએ ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

હવામાન વિભાગે આવતીકાલે(20 ઓગષ્ટ) અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં તેમજ 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બેઠકમાં NDRF અને SDRF અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 12 ટીમ અને SDRFની 20 ટીમ અલગ-અલગ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી છે.

સિંચાઇ વિભાગના અધિકારીએ રિજિયન વાઈઝ ડેમોમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરી હતી. તેમણે રાજ્યના 206 જળાશયો પૈકી 61 જળાશયો હાઇએલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 21 જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીએ સરદાર સરોવર ડેમના સ્ટોરેજ અંગે માહિતી આપી હતી.

રાહત નિયામકે તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી હતી. ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા તાકીદ કરી હતી. બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, સેન્ટ્રલ વોટર કમિશન, ISRO, GSRTC, કૃષિ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, એનર્જી, ઈન્ડિયન આર્મી, પંચાયત, શહેરી વિકાસ અને પશુ પાલન વિભાગના નોડલ અઘિકારીઓ જોડાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.