Rajkot માં મેઘરાજાનું ધમાકેદાર આગમ, પોણા કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકાર!
શહેરના રસ્તાઓ જળમગ્ન બન્યા, સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો...

રાજકોટમાં મેઘતાંડવ...

રાજકોટમાં મેઘતાંડવ...
રાજકોટ (Rajkot)માં આજે સવારથી અનુભવાતા ઉકળાટ અને બફારા બાદ બપોરના સમયે વાતાવરણે અચાનક પલટો લીધો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને વીજળીના ચમકારા તથા ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. માત્ર પોણા કલાકના સમયગાળામાં જ 2 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા શહેરના રસ્તાઓ જળમગ્ન બન્યા હતા.
સેન્ટ્રલ ઝોનમાં ધોધમાર વરસાદ...
શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. બપોરે અઢી વાગ્યા સુધીમાં હવામાન વિભાગે કુલ 27 મિલીમીટર વરસાદની નોંધ કરી હતી. છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ આજે મેઘરાજાએ ખરા અર્થમાં ધમાકેદાર બેટિંગ કરી હતી.
આ પણ વાંચો : Ahmedabad : 'સ્માર્ટ સિટી'ના દાવાઓ ખોટા, ખુલ્લા ખાડાએ લીધો વધુ એક નિર્દોષનો ભોગ!
સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ...
રાજકોટ (Rajkot) ઉપરાંત લોધિકા, જૂનાગઢ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમી તથા બફારાથી રાહત મળી હતી. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે થોડી અસુવિધા પણ જોવા મળી હતી. આ વરસાદ ખેડૂતો માટે પણ આશાનું કિરણ લઈને આવ્યો છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી.
આ પણ વાંચો : Video : જેતપુરમાં ચમત્કાર? આસોપાલવના વૃક્ષમાં હનુમાનજી દેખાયાનો દાવો, ભક્તો ઉમટ્યા!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?