શિક્ષણાધિકારી, આચાર્યોએ હેરિટેજ વોક કરી
આચાર્યો વારસા વિશે શીખ્યા, હવે વિદ્યાર્થીઓને શીખવાડશે

સ્કૂલોના આચાર્યોની હેરિટેજ વોકનું આયોજન

સ્કૂલોના આચાર્યોની હેરિટેજ વોકનું આયોજન
જૂનું અમદાવાદ પોતાનામાં અનેક વાર્તાઓ સાચવીને બેઠું છે. ક્યારેક સમય કાઢીને અમદાવાદની પોળમાં રખડીને એની ખડકીને સાંભળવી જોઈએ, મસ્જિદના પથ્થરો પર હાથ ફેરવી તેની અનુભૂતિ કરવી જોઈએ. જૈન દેરાસરની શાંતિ સાંભળવા જરૂરથી જવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત પ્રયાસથી ચાલતી હેરિટેજ વોકમાં એક વખત ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. આપણે દરરોજ જોતા હોઇએ એવી સામાન્ય બાબતની પણ આપણને કિંમત થશે. આ સાથે જ આપણા પૂર્વજો કુદરત સાથે સાયુજ્ય સાંધીને તેને નુકસાન પહોંચાડ્યા વિના કેવા આનંદથી જીવન વ્યતીત કરતા એ જોવા ચોક્કસથી સાંકડી પોળમાં રખડવું જોઈએ
ત્યારે શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને તેની સાથે સંકળાયેલી સ્કૂલોના આચાર્યોની હેરિટેજ વોકનું આયોજન કરાયું હતું. આ હેરિટેજ વોકમાં માર્ગદર્શન માટે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી હાજર રહ્યા હતા. શહેર ડીઈઓ, અધિકારીઓની સાથે સ્કૂલોના આચાર્યોએ સીદી સૈયદની મસ્જિદ, ભદ્રનો કિલ્લો, જુમ્મા મસ્જિદ, ચંદ્રવિલાસ હોટેલ, પ્રાચીન હવેલીઓ, પોળોની મુલાકાત લીધી હતી. આ હેરિટેજ વોક અંતમાં કવિ દલપતરામ ચોકમાં સભામાં રૂપમાં ફેરવાઈ ગઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી