તાલાલા પંથકમાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ, હરિપુર ગામ નજીક 6 કિમી ઊંડાઈએથી ધરતી ધ્રૂજી
તાલાલા અને ગીર પંથકમાં ગઈકાલે સાંજે 2.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, હરિપુર ગામ નજીક જમીનના 6 કિલોમીટર ઊંડાણથી આંચકો આવ્યો.

ભૂકંપ

ભૂકંપ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં આજે સાંજે 8:00 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 નોંધાઈ હતી. ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં હરિપુર ગામની નજીક નોંધાયું છે.
ભૂકંપનો આંચકો જમીનના અંદાજે 6 કિલોમીટરની ઊંડાઈએથી આવ્યો હતો. તીવ્રતા ઓછી હોવાને કારણે મોટાભાગના વિસ્તારોમાં ધરતી ધ્રુજવાનો અણસાર સામાન્ય રહ્યો હતો. જોકે એપી સેન્ટર નજીકના ગામડાઓમાં ધરતી હલનચલન થતાં લોકો દ્વારા સ્પષ્ટ રીતે અનુભવું પડ્યું હતું.
હાલમાં ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાન-માલની હાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાકૃતિક ઘટનાઓ પ્રત્યે ચેતન રહેવું મહત્વપૂર્ણ છે. સ્થાનિક વહીવટી તંત્રએ સ્થિતિ પર નજર રાખી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?