ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 2 પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત 241 મુસાફરોના મોત થયા હતા. વિમાન દુર્ઘટના બાદ, દેશના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એર ઇન્ડિયાના તમામ ઉડતા વિમાનોનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.
DGCA એર ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે, એરલાઈન્સ તેની તમામ ફાઈટોનું ઉડ્ડન કરે તે પહેલા તેની વિશેષ તપાસ પ્રક્રિયા 15 જૂન-2025થી ફરજિયાત લાગુ કરે. DGCAએ ઉડ્ડયન પહેલા અનેક મહત્ત્વની ટેકનિકલ તપાસ જેમ કે ફ્યૂલ પેરામીટર મોનિટરિંગ, કેબિન એર કોમ્પ્રેસર સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ ટેસ્ટ, એન્જીન ફ્યુઅલ એક્યુએટર ઓપરેશન, ઑઈલ સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમ સહિતની સિસ્ટમ પર વિશેષ તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા તેના તમામ પ્લેનોમાં ‘ફ્લાઈટ કંટ્રોલ ઈન્સ્પેક્શન’ નિરીક્ષણ કરતું રહે તેમજ આ પ્રક્રિયા આગામી આદેશ સુધી ચાલુ રાખે. ડીજીસીએએ એરલાઈન્સને બે સપ્તાહની અંદર પાવર એશ્યોરન્સ ફરજીયાત ચેક કરવા પણ કહ્યું છે. આ ઉપરાંત છેલ્લા 15 દિવસમાં બોઈંગ ડ્રીમલાઈનર વિમાનોમાં જેટલીવાર ટેકનિકલ ખામીઓ સર્જાઈ છે, તેની સમીક્ષા કરવાનો તેમજ તેને સંબંધીત તમામ મેન્ટેન્સ કામગીરી વહેલી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.